બજેટ પૂર્વે બજારમાં જોશ: સેન્સેકસ-નિફટી 1.40% ઉછળ્યાં

બજેટ પૂર્વે બજારમાં જોશ: સેન્સેકસ-નિફટી 1.40% ઉછળ્યાં

અમદાવાદ, તા. 01 ફેબ્રુઆરી, 2022, મંગળવાર

મોદી સરકાર આજે 2022-23 માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. બજેટ પૂર્વે બજારમાં તેજીનો વંટોળ જોવા મળી રહ્યો છે. સોમવારની શાનદાર તેજી બાદ મંગળવારના સત્રમાં પણ બજારમાં તેજીનો ઘોડો વિનમાં જ જોવા મળી રહી છે.

વૈશ્વિક સંકેતોને પગલે આજે ભારતીય મુખ્ય સૂચકઆંકો ગેપ-અપ ખુલ્યાં હતા અને બજેટ પૂર્વે આ તેજી વધી હતી. 10.45 કલાકે સેન્સેકસ 787 અંકોના ઉછાળે 58,801ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ પણ 208 અંકોના ઉછાળે 17,547ના લેવલે ટ્રેડ કરી રહ્યાં છે.

 શરૂઆતી સત્રમાં ખાનગી બેંકો અને આઈટીની સાથે પરિણામોને પગલે સન ફાર્મા બજારને લીડ કરી રહ્યાં છે. સેન્સેકસના 30માંથી માત્ર 5 શેરમાં જ બજેટ પૂર્વે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ઘટાડો સામાન્ય છે. 

જોકે આજે બ્રોડર માર્કેટમાં ફ્રંટલાઈન ઈન્ડેકસ કરતા ઓછી તેજી જોવા મળી રહી છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ 0.62% અને મિડકેપ ઈન્ડેકસ 0.67% વધીને કારોબાર કરી રહ્યાં છે. બીએસઈ ખાતે આજે 1877 શેર વધીને તો 1246 શેર ઘટીને કારોબાર કરી રહ્યાં છે જ્યારે 123 શેરમાં કોઈ ફેરફાર નથી. 226 શેરમાં અપર સર્કિટ તો 279 શેરમાં લોઅર સર્કિટ છે.

Share: