×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બજેટનો આશય લોકોને સમજાય તેવી આશા : નાણામંત્રી નિર્મલા સીતારામન


નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી, 2021, સોમવાર

નાણા મંત્રી નિર્મલા સિતારામને કહ્યું હતું કે મને આશા છે કે બજેટ પાછળનો મૂળ હેતુ લોકો સારી રીતે સમજી શકશે. જોકે ડિમાંડ વધારવા માટે પૈસા આપવા પર સવાલ છે પણ મલ્ટીપ્લાયર ઇફેક્ટ માટે કેપિટલ પર ખર્ચ કરવામાં આવશે.

ટેક્સ લઇને ખર્ચ કરવા પર નથી વિચારવામાં આવ્યું. જો ખર્ચ નહીં કરીએ તો ગ્રોથને રોકવા જેવું થશે. તેમણે વધુમાં કહ્યું કે ક્વોલિટી ખર્ચથી જ મલ્ટીપ્લાયર ઇફેક્ટ મળશે. ફિસ્કલ ટાર્ગેટ પર આવવા માટે સમય આપવો જરૂરી છે. ડિસઇન્વેસ્ટમેન્ટનું અનુમાન વધુ નહોતું પણ મુશ્કેલીઓ આવી છે.

સરકારી સંપત્તિઓને યોગ્ય કિમત પર જ વેચવાની હતી. અમારે સારા, સ્વચ્છ પબ્લિક સેક્ટર બેંક જોઇએ છે. કેમ કે ખરીદાર બેંકને વધુ સારી રીતે ચલાવી શકશે. ભારત માટે પ્રાઇવેટ ડેવલપમેંટ ફાઇનાંસ ઇંસ્ટીટયૂશન (ડીએફઆઇ)ની પણ જરૂરીયાત રહેશે.

એગ્રી ઇફ્રા સેસની અસર કંજ્યૂમર પર નહીં થાય. એગ્રી ઇંફ્રા માટે ફંડ એકઠુ કરવા માટે આ પગલુ જરૂરી હતું.  ખેડૂતોના મુદ્દે નિર્મલા સિતારામને કહ્યું હતું કે સરકાર પ્રત્યે ખેડૂતોનો અવિશ્વાસ પરેશાન કરનારો છે, ખેડૂતો પોતાના દરેક મુદ્દા કૃષિ મંત્રીને જણાવે. ખેડૂતો આવે અમારી સાથે વાતચીત કરે અમે તૈયાર છીએ.

ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ સરકારની સાથે વાતચીત કરે. એમએસપીમાં સતત સુધારા કરાઇ રહ્યા છે. ખેડૂતો સરકારની મહેચ્છા પર શંકા ન કરે. અમે કૃષિ કાયદાઓમાં સુધારા કરવા માટે તૈયાર છીએ. સરકારનો હેતુ ઇંડસ્ટ્રી અને લોકોની જરૂરિયાતો વચ્ચે સંતુલન બનાવવાનો છે.  

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બજેટના વખાણ કર્યા હતા અને દાવો કર્યો હતો કે આ બજેટમાં ગ્રામીણ જનતા અને ખેડૂતોને કેન્દ્રીત રખાયા છે. બજેટમાં એવી જોગવાઇ છે કે જેનાથી ખેડૂતોને ફાયદો થશે જેમ કે કૃષિ લોનને સરળ બનાવી દેવાઇ છે. કૃષિ ક્ષેત્રે ઘણી જોગવાઇ કરવામાં આવી છે. આ બજેટમાં આમ નાગરિકો પર કોઇ જ બોજ નથી નાખવામાં આવ્યો. આત્મનિર્ભર ભારતનું વિઝન આ બજેટમાં જોવા મળી રહ્યું છે.