×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળ મતદાન વચ્ચે જંગલરાજઃ શુભેંદુ અધિકારી બાદ કેશપુરના BJP ઉમેદવારના કાફલા પર હુમલો


- ભાજપના મહિલા એજન્ટને પણ માર મારવામાં આવ્યો 

નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર

પશ્ચિમ બંગાળ અને આસામમાં ગુરૂવારે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બંગાળની 30 અને આસામની 39 બેઠકો માટે મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, સાથે જ વહેલી સવારથી અનેક બેઠકો પર ઈવીએમમાં ગરબડ અને મારપીટના સમાચાર સામે આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર મતદાતાઓને ધમકાવવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. 

પશ્ચિમ બંગાળમાં શુભેંદુ અધિકારી ઉપરાંત કેશપુર ખાતે ભાજપના ઉમેદવાર પ્રીતીશ રંજનના કાફલા પર પણ હુમલો થયો હતો. જાણવા મળ્યા મુજબ ભાજપના ઉમેદવારની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 

પશ્ચિમ બંગાળના નંદીગ્રામ ખાતે મતદાન વચ્ચે શુભેંદુ અધિકારીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં શુભેંદુ અધિકારીની ગાડીને નુકસાન નહોતુ પહોંચ્યું પરંતુ તેમના કાફલામાં સામેલ અન્ય કેટલીક ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. આ સાથે જ શુભેંદુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં જંગલરાજ ચાલી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. 

વેસ્ટ મિદનાપુરમાં ભાજપના તન્મય ઘોષે તેમની કાર પર ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં ભાજપના મહિલા એજન્ટને પણ માર મારવામાં આવ્યો હતો. ભાજપના નેતાએ લગાવેલા આરોપ પ્રમાણે તેઓ જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેમની ફરિયાદ પણ નહોતી નોંધવામાં આવી.