બંગાળમાં ચક્રવાત 'સિતરંગ'નુ જોખમ, આ 5 રાજ્યોમાં વરસાદનુ એલર્ટ

બંગાળમાં ચક્રવાત 'સિતરંગ'નુ જોખમ, આ 5 રાજ્યોમાં વરસાદનુ એલર્ટ

કલકત્તા, તા. 24 ઓક્ટોબર 2022 સોમવાર

દિવાળી પર પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન ‘સિતરંગ’નુ જોખમ મંડરાઈ રહ્યુ છે. હાલ બંગાળની ખાડીની ઉપર એક પ્રેશર બની રહ્યુ છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ પ્રેશર ધીમે-ધીમે ઉત્તર પૂર્વ તરફ વધશે અને ચક્રવાતી તોફાનના રૂપમાં બદલાઈ જશે. 25 ઓક્ટોબરે આ તોફાન બાંગ્લાદેશ તટને પાર કરી જશે. પરિસ્થિતિને જોતા હવામાન વિભાગે આનાથી પ્રભાવિત વિસ્તારો માટે એલર્ટ જારી કર્યુ છે. 

હવામાનની આગાહી કરનારી એજન્સી સ્કાઈમેટ અનુસાર આ ચક્રવાતી તોફાનના કારણે અમુક વિસ્તારોમાં ઝડપી હવાની સાથે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આ એજન્સી અનુસાર આ તોફાનની રફ્તાર 80થી 90 કિમી પ્રતિ કલાક સુધી હોઈ શકે છે. એજન્સીના રિપોર્ટના અનુસાર 24 ઓક્ટોબરે આ તોફાનની ગતિ વધશે અને આ ગંગીય પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ વધશે.

ઓડિશાના તટીય વિસ્તારોમાં રવિવારની સાંજથી જ પડી રહેલા વરસાદથી થોડી રાહત મળશે પરંતુ આ વરસાદ કહેર મચાવી શકે છે. આ તોફાનના કારણે તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Share: