ફ્લોરિડામાં રહેતી ગુજરાતી મહિલાઓએ ગુજરાતી નવા વર્ષની ભવ્ય ઊજવણી કરી

ફ્લોરિડામાં રહેતી ગુજરાતી મહિલાઓએ ગુજરાતી નવા વર્ષની ભવ્ય ઊજવણી કરી

ફ્લોરિડા,તા.7 નવેમ્બર 2022,સોમવારભારતમાં ધનતેરસથી શરૂ થતાં દિવાળીના તહેવારોની ઉજવણીનો માહોલ કારતક મહિનાની પૂનમ સુધી ચાલતો હોય છે. અત્યારે, ભારતમાં પંચમ, ગોપષ્ટમી, તુલસી વિવાહ, દેવ દિવાળી જેવા દિવસોની ઊજવણી ચાલી રહી છે. ત્યારે માત્ર ભારતમાં રહેતા ભારતીયો જ નહીં કેનેડા, અમેરિકા સહિત અન્ય કેટલાય દેશોમાં વસતા ભારતીયો પણ હજી ઊજવણીના મૂડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં, અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલ ટાઇટસવીલે શહેરમાં રહેતા હેમાક્ષી અશ્વિનભાઈ પટેલે પોતાના ઘરે પોતાની બહેનપણી રેખાબેન, નેહાબેન, મીનાક્ષીબેન સહિત કેટલીક અન્ય બહેનપણીઓને બોલાવી, પાર્ટી યોજી દિવાળી તથા ગુજરાતી નૂતન વર્ષની ધૂમધામથી ઊજવણી કરી હતી.

Share: