ફિલિપાઈન્સમાં સરોવરમાં મોડી રાતે હોડી પલટી, 30 લોકોના મોતની આશંકા, 40ને સુરક્ષિત બચાવાયા

ફિલિપાઈન્સમાં સરોવરમાં મોડી રાતે હોડી પલટી, 30 લોકોના મોતની આશંકા, 40ને સુરક્ષિત બચાવાયા

ફિલિપાઈન્સની રાજધાની મનીલાની નજીકમાં એક સરોવરમાં હોડી પલટી જવાથી ઓછામાં ઓછા 30 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. અત્યાર સુધી 40 જેટલાં મુસાફરોને બચાવી લેવાયાની માહિતી મળી રહી છે. આ મામલે ફિલિપાઈન કોસ્ટ ગાર્ડ (PCG) એ જણાવ્યું હતું કે બિનનગોનનના બરંગે  કલીનાવનથી લગભગ 50 યાર્ડ દૂર આ હોડી પલટી ખાઈ ગઈ હતી. 

ભારે પવનને કારણે બોટ પલટી 

અહેવાલ અનુસાર આ ઘટના રાતે 1 વાગ્યાની આસપાસ બની હતી. ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, જોરદાર પવનને કારણે હોડી પલટી ગઇ હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. હાલમાં વિસ્તારમાં શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Share: