ફરી થશે 26/11 જેવો હુમલો પાકિસ્તાનના નંબર ઉપરથી મુંબઈ પોલીસને ખુલ્લેઆમ ધમકી

ફરી થશે 26/11 જેવો હુમલો પાકિસ્તાનના નંબર ઉપરથી મુંબઈ પોલીસને ખુલ્લેઆમ ધમકી

– મેસેજમાં લખ્યું છે કે લોકેશન ટ્રેસ કરશો તો તે બહારનું દેખાશે : ધમાકા તો મુંબઈમાં થશે

મુંબઈ : મુંબઈ પોલિસના ટ્રાફિક કંટ્રોલને ધમકીભર્યો મેસેજ મળ્યા પછી પોલીસ સહિત સમગ્ર તંત્ર સાવધ અને સાબદું થઈ ગયું છે. સુરક્ષા એજન્સીઓ કાર્યરત બની ગઈ છે. આ મેસેજ મોકલનારે ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર ઉપર મોકલેલા મેસેજમાં લખ્યું છે કે મુંબઈમાં ફરી ૨૬/૧૧ જેવો હુમલો થશે. મેસેજનું લોકેશન ટ્રેસ કરશો તો તે ભારત બહારનું હશે. પરંતુ ધમાકા મુંબઈમાં થવાના છે. ૬ લોકો આ માટે ભારતમાં કાર્યરત છે. મુંબઈ પોલીસે આ અંગે તપાસ શરૂ કરવા સાથે અન્ય એજન્સીઓને પણ તે અંગે માહિતી આપી દીધી છે.

આ પૂર્વે રાયગઢ જિલ્લાનાં હરિહરેશ્વર શ્રીવર્ધન તટ ઉપરથી ગુરૂવારે એક શંકાસ્પદ બોટ મળી આવી હતી. જેમાં ૩ એકે-૪૭ રાયફલ્સ, કારતૂસોનો મોટો જથ્થો અને કેટલાક વિસ્ફોટકો મલી આવ્યા હતા. જોકે અધિકારીઓએ કહ્યું હતું કે આ ઘટનાને આતંકીઓ સાથે કોઈ સંબંધ દેખાતો નથી. જોકે, તે બોટમાંથી શસ્ત્રો મળી આવવાને લીધે તે વિસ્તારમાં ભય ફેલાઈ રહે તે સહજ છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે આ મામલામાં કોઈ આતંકી લિંક હોવાનું જાણવા મળ્યું નથી. ગુરૂવારે વિધાનસભામાં આ પ્રમાણે કહેતાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તે બોટનું નામ ‘લેડી-હેન’ છે તેની માલિક એક ઓસ્ટ્રેલિયન મહિલા છે. તે મસ્તકથી યુરોપ જતાં પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી. તેનો કેપ્ટન તે મહિલાનો પતિ જેમ્સ હોબર્ટ હતો. મસ્કતથી યુરોપ જતી આ બોટનું એન્જીન ૨૬ જૂન ૨૨ના દિને સવારે ૧૦ વાગે ફેઇલ થઈ ગયું. બોટે S-O-S મોકલતાં એક કોરિયાઈ નૌકાદળ જહાજે નાવિકોને બચાવી લીધા હતા અને તેમને ઓમાનને (મસ્કતને) સોપી દીધા હતા.

Share: