×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફરી ચંદ્રયાન-3નું ચંદ્ર પર લેન્ડિંગ, વિક્રમ લેન્ડરનું એન્જિન શરૂ થયું અને પછી….; ઈસરોનો નવો VIDEO


ઈસરોએ 23 ઓગસ્ટેએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રના એવા રહસ્યો ખોલ્યા કે જેને આખું વિશ્વ જોતું રહ્યું. હાલ ઈસરોએ ચંદ્રયાન-3(chandrayaan-3)ને લઇ વધુ એક વિડીયો રજૂ કર્યો છે. જેમાં તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે, વિક્રમનું ફરી એકવાર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થયું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મિશનના ઉદ્દેશ્યોથી સતત આગળ કામ કરી રહ્યા છે. વિક્રમ લેન્ડરે વધુ એક સફળ પ્રયોગ કર્યો છે. વિક્રમ લેન્ડરનું એન્જિન ફરી એકવાર શરૂ થયું અને તે ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર આવ્યું. વિક્રમ લેન્ડરે ફરીથી 30 થી 40 સે.મી.ના અંતરે સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.

માનવ મિશન સફળ થવાના સંભાવના!

ઈસરોના કમાન આપ્યા બાદ વિક્રમ લેન્ડરનું એન્જિન ચાલુ થયું ત્યારબાદ તે હવામાં 40 સેન્ટિમીટર ઉપર ઉડ્યું. આ પછી તેણે પોતાની જગ્યાએથી 30-40 મીટર દૂર નવી જગ્યાએ સોફ્ટ લેન્ડિંગ કર્યું. આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભવિષ્યમાં સૈમ્પલ રિટર્ન એટલે કે ચંદ્રની સપાટી પરથી સૈમ્પલ પરત લાવવા માટેનું મિશન અને માનવ મિશન સફળ થઈ શકે છે.

તમામ પાર્ટ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટ યોગ્ય રીતે કરી રહ્યા છે કામ 

ઈસરોએ નવી માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં વિક્રમ લેન્ડરના તમામ પાર્ટ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આ જમ્પ પહેલા, વિક્રમ લેન્ડરના રેમ્પ, ChaSTE અને ILSA પેલોડ્સ બંધ કરવામાં આવ્યા હતા. સોફ્ટ લેન્ડિંગ બાદ તેને ફરીથી ચાલુ કરાયા હતા. આ પહેલા ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર એવી જગ્યા પર લાવીને સ્લીપ મોડમાં મુકવામાં આવ્યું હતું, ચંદ્ર પર ફરી દિવસ થતા તેને સૌર ઉર્જા મળશે, ત્યારબાદ તે ફરી તેનું કામ શરુ કરશે.