×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રવીણ નેતારુની હત્યામાં PFIના 20 સભ્યો સામે ચાર્જશીટ દાખલ, PFI પર આતંક ફેલાવવાનો આરોપ હતો

Image : NIA Website 

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારી ગામમાં 26 જુલાઈ, 2022ના રોજ ભાજપ યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારુની હત્યાના સંબંધમાં NIAએ PFIના 20 સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં એજન્સીએ કહ્યું છે કે PFIનો ઉદ્દેશ્ય સમાજમાં આતંક ફેલાવવાનો અને લોકોમાં ભય પેદા કરવાનો હતો. આ અંગે વધુમાં એજન્સીના અનુસાર આ 20માંથી 6 લોકો હાલમાં ફરાર થઈ ગયા છે. આ ફરાર થઈ ગયેલા આરોપીઓના નામ પર ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

સમગ્ર મામલો શું હતો? 

એક અહેવાલ અનુસાર PFIના સભ્ય આ મામલે વૉન્ટેડ છે. આ બંને કર્ણાટકના બેલ્લારી ગામના વતની અને ભાજપ યુવા મોર્ચાના જિલ્લા સચિવ પ્રવીણ નેતારુની 26 જુલાઈ, 2022ના રોજ હત્યા કરી દેવા મામલે આરોપી છે. તેમણે તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરીને પ્રવીણ નેતારુની હત્યા કરી હોવાની માહિતી મળી હતી.