×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રયાગરાજની નૈની જેલ પહોંચી ગયો અતીક અહેમદનો કાફલો, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

પ્રયાગરાજ, તા.27 માર્ચ-2023, સોમવાર

ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો ગેંગસ્ટર અતિક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈને પહોંચી ગયો છે. અતીક અહેમદને નૈની સેન્ટ્રલ જેલમાં લઈ જવાયો છે. ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો ગેંગસ્ટર અતીક અહેમદને લઈને લગભગ 24 કલાકમાં પ્રયાગરાજ પહોંચી ગયો છે. ઉત્તરપ્રદેશ પોલીસની કડક સુરક્ષા વચ્ચે 3 રાજ્યો પાર કરીને માફિયા અતીકને સુરક્ષિત નૈની સેન્ટ્રલ જેલ પહોંચાડાયો છે. માફિયા અતીકને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન થઈને ઉત્તરપ્રદેશ પહોંચાડાયો છે.

અતીકને કાલે સવારે કોર્ટમાં રજૂ કરાશે

અતીક અહેમદને આવતીકાલે સવારે 11 વાગ્યે પ્રયાગરાજની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટે આદેશ જારી કરીને જણાવ્યું કે, 28મી માર્ચે સવારે 11 વાગ્યે અતીક અહેમદને કોર્ટમાં લઈ જવાશે. આ સૂચનાઓ એમપી એમએલએ કોર્ટના જજ દિનેશ ચંદ્ર શુક્લાએ જારી કરી હતી. 

ફફડેટા અતિકને એન્કાઉન્ટરનો ડર

ઉત્તર પ્રદેશ પોલીસ અમદાવાદની સાબરમતી જેલમાં અતિકને લેવા આવતા જ અતિક ફફડી ગયો હતો. અતિકને વિશાલ દુબેની જેમ તેનું પણ એન્કાઉન્ટ કરી દેવાશે, તેવો ડર હતો. ઉલ્લેખનિય છે કે, થોડા વર્ષ પહેલા આવા જ એક ગેંગસ્ટર વિકાસ દુબેને મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માત બાદ એન્કાઉન્ટર થયું હતું. ભયનો માર્યો અતિક સાબરમતી જેલમાંથી બહાર નિકળવા માંગતો ન હતો. અતિકને ડર છે કે, સાબરમતી જેલમાંથી બહાર નિકળે તેનું એન્કાઉન્ટર થઈ જશે. અતિક અહેમદના પરિવારે પણ અતિકનું એન્કાઉન્ટ થવાનો ભય વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

અતિક 2019થી સાબરમતી જેલમાં બંધ  

અતિક અહમદની 2017ના ફેબ્રુઆરીમાં એક યુનિવર્સિટીના સ્ટાફને મારવા બદલ જેલભેગો કરાયો ત્યારથી જેલમાં  જ છે. જો કે અતિક યુપીની જેલોમાં બેઠાં બેઠાં ખંડણીખોરી કરતો હતો તેથી તેને અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં રખાયો છે. અતિકની 2017માં ધરપકડ કરાઈ પછી દેવરીયા જેલમાં રખાયેલો. અતિકના માણસો બિઝનેસમેન મોહિત જયસ્વાલને ઉઠાવીને દેવરીયા જેલમાં લઈ આવેલા. જયસ્વાલ ખંડણી નહોતો આપતો તેથી અતિકે તેને જેલમાં લાવીને ફટકાર્યો હતો. ખંડણી નહીં આપે તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી. યુપીમાં યોગી મુખ્યમંત્રી બની ચૂક્યા હોવાથી તેમણે જયસ્વાલને સુરક્ષાની ખાતરી આપીને ફરિયાદ કરાવડાવી.  આ કેસમાં અતિક દોષિત ઠર્યો પછી તેને બરેલી જેલમાં મોકલી અપાયેલો. બરેલી જેલમાંથી પણ તે ક્રાઈમ નેટવર્ક ચલાવતો તેથી તેને 2019ના જૂનમાં સાબરમતી જેલમાં મોકલી અપાયો હતો.

કોર્ટમાં બોમ્બ ફેંકાયા છતાં અતિક બચી ગયેલો

અતિક અહમદ ધારાસભ્ય હતો ત્યારે ૨૦૦૨માં તેને પતાવી દેવા જીવલેણ હુમલો કરાયેલો. અતિકને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેના પર બોમ્બ ફેંકાયો હતો. અતિક ઘાયલ થયો હતો પણ તેનો જીવ બચી ગયો હતો.  યુપીમાં એ વખતે માયાવતી મુખ્યમંત્રી હતાં. અતિકે આક્ષેપ મૂકેલો કે, માયાવતીએ એસપી લાલજી શુકલાને પોતાને ખતમ કરવાની સોપારી આપેલી. શુકલાના માણસોએ તેના પર બોમ્બ ફેંકેલો. અતિકની આ વાતને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી.

અતિક અહેમદની ભયાનક ક્રાઈમ કુંડળી : ચૂંટણીમાં હરાવનારની હત્યા, ગેંગમાં રાખતો પગારદાર શૂટર, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો