પોલીસ થાણામાં માનવ અધિકારો માટે સૌથી મોટો ખતરો, કસ્ટોડિયલ ટોર્ચર હજુ પણ થાય છે: CJI

પોલીસ થાણામાં માનવ અધિકારો માટે સૌથી મોટો ખતરો, કસ્ટોડિયલ ટોર્ચર હજુ પણ થાય છે: CJI

નવી દિલ્હી, 8 જુલાઇ 2021 રવિવાર

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમને રવિવારે દેશની પોલીસનાં વલણ અંગે કડક ટિપ્પણી કરી છે. CJI એ રવિવારે કહ્યું કે કસ્ટોડિયલ ટોર્ચર અને અન્ય પોલીસ અત્યાચારો દેશમાં ચાલુ છે, અને વિશેષ અધિકારો ધરાવતા લોકો પણ થર્ડ-ડિગ્રી ટોર્ચરથી બચી નથી શક્તા. તેમણે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) ને દેશના પોલીસ અધિકારીઓને સંવેદનશીલ બનાવવા કહ્યું.

‘એક્સેસ ટુ જસ્ટિસ’ પ્રોગ્રામને નિરંતર મિશન તરીકે વર્ણવતા ચીફ જસ્ટિસે કહ્યું કે કાયદાના શાસન દ્વારા સંચાલિત સમાજ બનવા માટે, સૌથી વધુ વિશેષાધિકાર પ્રાપ્ત અને સૌથી નબળા લોકો વચ્ચે ન્યાયની પહોંચનું અંતર દૂર કરવું જરૂરી છે. તેમણે કહ્યું, જો એક સંસ્થા તરીકે ન્યાયતંત્ર નાગરિકોનો વિશ્વાસ જીતવા માંગે છે, તો આપણે દરેકને ખાતરી આપવી પડશે કે અમે તેમના માટે હાજર છીએ. લાંબા સમયથી, સંવેદનશીલ વસ્તી ન્યાય પ્રણાલીથી દૂર રહી છે.

ન્યાયમૂર્તિ રમનએ અહીં વિજ્ઞાન ભવનમાં કાનૂની સેવાઓ મોબાઇલ એપ્લિકેશન અને NALSA નાં વિઝન અને મિશન સ્ટેટમેન્ટના લોન્ચિંગ પ્રસંગે ભાર મૂક્યો કે ભૂતકાળમાંથી ભવિષ્ય નક્કી કરવું ન જોઇએ અને દરેક વ્યક્તિએ સમાનતા લાવવાની દિશામાં કામ કરવું જોઈએ. મોબાઇલ એપ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કાનૂની સહાય માટે અરજી કરવા અને પીડિતોને વળતર મેળવવા મદદ કરશે.

Share: