×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાનાં ઘર પર દરોડા, ધરપકડ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી

મુંબઇ, 23 જુલાઇ 2021 શુક્રવાર

રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી વધારવામાં આવ્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દરોડા માટે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી છે. દરમિયાન રાજ કુંદ્રા તેની ધરપકડની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા છે.

અગાઉ રાજની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તાજેતરમાં થયેલા દરોડામાં ક્રાઈમ બ્રાંચને પોર્ન વીડિયોના ધંધા સાથે સંકળાયેલા ઘણા પુરાવા મળ્યા હતા. ટીમે રાજનાં ઘર અને ઓફિસનાં સર્વરો કબજે કર્યા હતા. આ સાથે જ તેના બનેવી પ્રદીપ બક્ષી સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. જોકે, આ મામલે હજુ સુધી શિલ્પા શેટ્ટીની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી.

23 જુલાઇ શુક્રવારે રાજનાં પોલીસ રિમાન્ડ સમાપ્ત થઈ રહ્યા હતા. પોલીસે પૂછપરછ માટે વધુ સાત દિવસની કસ્ટડી માંગી હતી. જેના પર કોર્ટે પોલીસ રિમાન્ડ 27 જુલાઇ સુધી વધાર્યા હતા. કુંદ્રાની સાથે રાયન થારપની પોલીસ કસ્ટડી પણ વધારવામાં આવી છે. 

મુંબઈ પોલીસને શંકા છે કે રાજે પોર્નોગ્રાફીની કમાણી દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજી માટે કર્યો હતો. આથી રાજ કુંદ્રાનાં યસ બેંકનાં ખાતા અને યુનાઈટેડ બેંક ઓફ આફ્રિકાનાં ખાતા વચ્ચેના વ્યવહારની તપાસ થવી જોઈએ. 

પોલીસનાં જણાવ્યા મુજબ આ વર્ષની શરૂઆતમાં મુંબઇ નજીક એક બંગલામાં પોર્ન શુટિંગની સુચનાથી આ કેસની તપાસ શરૂ થયા બાદ તપાસમાં ખુલાસો થયો કે આ રેકેટનાં તાર રાજ કુંદ્રા સાથે જોડાયેલા છે.

રાજ તપાસમાં સહકાર આપી રહ્યા નથી

ક્રાઈમ બ્રાંચનો આરોપ છે કે રાજ કુંદ્રા તપાસમાં સહકાર આપી રહ્યા નથી. તે પોલીસના પ્રશ્નોના યોગ્ય જવાબ આપી રહ્યા નથી. કોર્ટમાં હાજર થયા બાદ રાજ કુંદ્રાએ સ્પષ્ટતા કરી કે તેમણે ઘણા દિવસો પહેલા પ્રદીપ બક્ષીને હોટશોટ એપ વેચી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રદીપ રાજનો સંબંધી છે.