પેટ્રોલ ડિઝલ પર કેન્દ્ર સરકારે એક્સાઈઝ ઘટાડી તો મમતા બેનરજી રાજ્યનો ટેક્સ કેમ નથી ઘટાડતાઃ ભાજપનો સવાલ

પેટ્રોલ ડિઝલ પર કેન્દ્ર સરકારે એક્સાઈઝ ઘટાડી તો મમતા બેનરજી રાજ્યનો ટેક્સ કેમ નથી ઘટાડતાઃ ભાજપનો સવાલ

નવી દિલ્હી,તા.4.નવેમ્બર,2021

પેટ્રોલ અને ડિઝલ પરની એકસાઈઝ ડ્યુટી અનુક્રમે પાંચ રુપિયા અને દસ રુપિયા ઘટાડીને કેન્દ્ર સરકારે લોકોને રાહત આપી છે.

બીજી તરફ ભાજપ શાસિત રાજ્યોએ પોતાનો ટેક્સ પણ ઘટાડયો હોવાથી લોકોને તેનો પણ ફાયદો મળી રહ્યો છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળની સરકારે રાજ્ય દ્વારા લગાવાતો ટેક્સ હજી ઓછો કર્યો નથી ત્યારે ભાજપે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન સાધીને કહ્યુ છે કે, શું મમતા બેનરજી રાજ્ય દ્વારા લગાવાતો ટેક્સ ઓછો કરશે…પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાનો વિરોધ કરતી મમતા બેનરજીની સરકારે  રાજ્ય દ્વારા લગાવાતા ટેક્સમાં ભારે વધારો કર્યો છે.હવે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઓછી કરી છે ત્યારે મમતા બેનરજી બંગાળના લોકોની દિવાળીને ખુશહાલ બનાવશે ખરા?

Share: