પેગાસસ સોફ્ટવેર ખરીદીઃ કોંગ્રેસે કહ્યુ કે, ચોકીદાર જ ચોર છે, મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે

પેગાસસ સોફ્ટવેર ખરીદીઃ કોંગ્રેસે કહ્યુ કે, ચોકીદાર જ ચોર છે, મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે

નવી દિલ્હી, તા. 29. જાન્યુઆરી 2022 શનિવાર

અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં થયેલા ઘટસ્ફોટ બાદ ભર શિયાળે દિલ્હીમાં રાજકીય તાપમાનનો પારો ઉંચો ચઢી ગયો છે.

જાસૂસી કરવા માટેના પેગાસસ સોફ્ટવેર માટે 2017માં ભારતે ડીલ કરી હોવાનો ઘટસ્ફોટ બાદ કોંગ્રેસ સરકારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.કોંગ્રેસનુ કહેવુ છે કે, આ અહેવાલ પર પીએમ ઓફિસે જવાબ આપવો જોઈએ.

કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, શ્રીનિવાસ વી બી, શક્તિ સિંહ ગોહીલ અને કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યુ છે કે, આ રિપોર્ટથી સાબિત થયુ છે કે, સરકારે 300 કરોડ રુપિયામાં પેગાસસ સોફટવેરની ખરીદી પત્રકારો તેમજ નેતાઓ પર જાસૂસી કરવા માટે કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવાયુ છે કે, પીએમ મોદી 2017માં ઈઝરાયેલના પ્રવાસે ગયા ત્યારે બે અબજ ડોલરમાં ભારતે એક સંરક્ષણ ડીલ કરી હતી અને તેમાં મિસાઈલ સિસ્ટમ સિવાય પેગાસસ સોફટવેરનો પણ સમાવેશ થયો હતો.

રાહુલ ગાંધીએ આ અહેવાલ બાદ કહ્યુ છે કે, મોદી સરકારે દેશની સંસ્થાઓ રાજકારણીઓ અને જનતાની જૂસાસી કરાવ માટે પેગાસસ સોફ્ટવેર ખરીદયુ હતુ અને તમામને ટાર્ગેટ કર્યા હતા.મોદી સરકાર દેશદ્રોહી છે.

યુવક કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસનુ કહેવુ છે કે, હવે સાબિત થઈ ગયુ છે કે, ચોકીદાર જ ચોર છે.જ્યારે બેકારો નોકરી માટે લાઠીઓ ખાઈ રહ્યા હતા ત્યારે ભારતના પીએમ જાસૂસી માટેનુ સોફટવેર ખરીદવામાં વ્યસ્ત હતા.

યુથ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવી રહ્યુ છે.31 જાન્યુઆરીથી શરુ થઈ રહેલા બજેટ સત્ર પણ આ મુદ્દાને લઈને તોફાની બને તેવા એંધાણ છે.

Share: