×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૂર્વ CM ઉભા ભારતીએ પરિવાર, સગા-સંબંધીઓનો ત્યાગ કર્યો, 'દીદી માં' તરીકે ઓળખાશે


  • ઉમા ભારતીએ એક પછી એક 17 ટ્વીટમાં લખ્યું- પરિવારને તમામ બંધનોમાંથી મુક્ત કરી રહી છું 

અમદાવાદ, તા. 05

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીએ એક મોટી જાહેરાત કરી છે કે તે પોતાના પરિવારનું બલિદાન આપી રહી છે અને પોતાને પરિવારના બંધનમાંથી મુક્ત કરી રહી છે. હવે તે 'દીદી માં' તરીકે ઓળખાશે. તેની સત્તાવાર જાહેરાત પણ 17 નવેમ્બરે કરવામાં આવશે. આ માહિતી તેમને ટ્વિટર દ્વારા આપી હતી. તે ટ્વીટ દ્વારા તેના કાર્યક્રમો અને યોજનાઓ વિશે માહિતી આપતી રહે છે. તેમણે તેમના આધ્યાત્મિક જીવન વિશે એક મહત્વપૂર્ણ વાત કહી છે. તેમણે એક પછી એક 17 ટ્વીટ કર્યા છે અને કહ્યું છે કે તે પરિવારના સભ્યોને તમામ બંધનમાંથી મુક્ત કરે છે અને પોતે પણ આ પારિવારિક બંધનમાંથી મુક્ત થઈ રહી છે.

તેમણે તેમના 15મા ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, મારા ગુરુએ આદેશ આપ્યો હતો કે મારે બધા અંગત સંબંધો અને સંબોધનો છોડી દેવા જોઈએ અને માત્ર 'દીદી માં' કહેવા જોઈએ. સમગ્ર વિશ્વ સમુદાય મારો પરિવાર બની રહે. મેં એ પણ નક્કી કર્યું હતું કે સન્યાસની દીક્ષાના 30મા વર્ષે હું તેમની આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કરીશ.

તેમને તેમના 16માં ટ્વિટમાં લખ્યું હતું કે, મારો સંસાર અને મારો પરિવાર ખુબ મોટો છે. હવે હું સમગ્ર વિશ્વની 'દીદી માં' છું મારુ કોઈ સબંધી કે કોઈ પરિવાર નથી.

ઉમા ભારતીએ લખ્યું, "મારા સન્યાસની દીક્ષા સમયે, મારા ગુરુએ મને અને મેં મારા ગુરુને 3 પ્રશ્નો પૂછ્યા. તે પછી જ સન્યાસની દીક્ષા થઈ.


મારા ગુરુને 3 પ્રશ્નો હતા-

(1) શું મેં 1977માં પ્રયાગના કુંભમાં આનંદમયી માએ લીધેલી બ્રહ્મચર્ય દીક્ષાનું પાલન કર્યું છે?

(2) શું હું દર ગુરુ પૂર્ણિમાએ તેમની પાસે પહોંચી શકીશ?

(3) શું હું મઠની પરંપરાઓનું પાલન કરી શકીશ?