×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદી પહોંચ્યા કર્ણાટક, રોડ શોમાં કરાઇ પુષ્પવર્ષા, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

image : Twitter 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છઠ્ઠી વખત કર્ણાટકની મુલાકાતે આવ્યા છે.  તેઓ માંડ્યા પહોંચીને રોડ શો કરી રહ્યા છે. ત્યારબાદ પીએમ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે. આ એક્સપ્રેસવે 118 કિલોમીટર લાંબો છે જેને કુલ 8,480 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે.

લોકોએ ફૂલોની વર્ષા કરી

પીએમ મોદીએ માંડ્યામાં રોડ શો કરવાની શરૂઆત કરતા જ લોકોએ ફૂલ વરસાવીને તેમનું સ્વાગત કર્યું. પીએમને જોતા જ લોકોએ ચારે બાજુથી ફૂલોની વર્ષા શરૂ કરી દીધી, જેનાથી તેમની કાર ફૂલોથી ઢંકાઈ ગઈ હતી. આ દરમિયાન મોદીએ લોકો પર ફૂલ પણ વરસાવ્યા હતા.

બેંગ્લોર અને મૈસુર વચ્ચે 75 મિનિટમાં મુસાફરી થશે 

એક્સપ્રેસ-વેના નિર્માણ સાથે, બેંગલુરુ અને મૈસૂર વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 3 કલાકથી ઘટીને 75 મિનિટ થઈ જશે. પ્રોજેક્ટ NH-275 ના બેંગલુરુ-નિદાઘટ્ટા-મૈસૂર સેક્શનને 6-લેન બનાવાયો છે. આ એક્સપ્રેસવે બંને શહેરોમાં સામાજિક-આર્થિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.