પાક પીએમ ઈમરાનખાન મારા મોટાભાઈ જેવા, કરતારપુર પહોંચેલા સિધ્ધુનુ નિવેદન

પાક પીએમ ઈમરાનખાન મારા મોટાભાઈ જેવા, કરતારપુર પહોંચેલા સિધ્ધુનુ નિવેદન

નવી દિલ્હી,તા.20.નવેમ્બર,2021

કરતારપુર કોરિડોર ખુલ્યા બાદ કરતારપુર સાહેબ ગુરુદ્વારા ખાતે દર્શન કરવા માટે પહોંચેલા પંજાબના કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિધ્ધુનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સિધ્ધુએ આ કોરિડોરનુ મેનેજમેન્ટ કરતી સંસ્થાના મુખ્ય અધિકારી મોહમ્મદ લતીફ સાથે પણ વાત કરી હતી અને કહ્યુ હતુ કે, પાક પીએમ ઈમરાનખાન મારા મોટા ભાઈ જેવા છે અને તેમના તરફથી મને બહુ પ્રેમ મળ્યો છે.

સિધ્ધુ આમ તો 18 નવેમ્બરે કરતારપુર જવાના હતા પણ ગૃહ મંત્રાલયે સુરક્ષાના કારણસર તેમનો આ પ્રવાસ પાછો ઠેલ્યો હતો.ગઈકાલે પંજાબ સીએમ ચન્ની પોતાના ડેલિગેશન સાથે અહીંયા દર્શન કરવા આવ્યા હતા પણ તેમાં સિધ્ધુનુ નામ નહોતુ.

સિધ્ધુને ગઈકાલે કહેવામાં આવ્યુ હતુ કે, 20 નવેમ્બર જનારા ભાવિકોમાંતમારુ નામ સામેલ છે.એ પછી આજે સિધ્ધુ કરતારપુર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા છે.

Share: