પાકિસ્તાન પર બોમ્બ ક્યારે ફોડશો, ફડણવીસ પર ઉદ્ધવ ઠાકરેનો પલટવાર

પાકિસ્તાન પર બોમ્બ ક્યારે ફોડશો, ફડણવીસ પર ઉદ્ધવ ઠાકરેનો પલટવાર

મુંબઇ, તા. 1 નવેમ્બર 2021, સોમવાર

મુંબઇ ડ્રગ્સ કેસને લઇને વકરેલા રાજકીય વિવાદમાં હવે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની એન્ટ્રી થઇ છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના દિવાળી પછી બોમ્બ ફોડવાના નિવેદન લઇને તેમને પલટવાર કર્યો છે. 

ઠાકરેએ કહ્યું કે, કેટલાક લોકો દિવાળી પછી બોમ્બ ફોડવાના છે, હું તેની પ્રતિક્ષા જોઇ રહ્યો કે પાકિસ્તાન પર બોમ્બ ક્યારે ફુટવાનો છે. ફોટોગ્રાફી અને રાજનીતિમાં એક્સપોઝિંગ મહત્વપૂર્ણ રોલ ભજવે છે અને ત્યાર બાદ ડેવલપિંગ ખુબ મહત્વપૂર્ણ હોય છે.

મહારષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્ર અને ગોવામાં ડ્રગ્સના કારોબારમાં દેવેન્દ્ર ફડણવીસના રક્ષણ હેઠળ થાય છે. તેના પર દેવેન્દ્ર ફડણવીસે પલટવાર કરતા નવાબ મલિકના અંડર વર્લ્ડ સાથે સંબંધ છે તેના પૂરાવા આપીશ.

તેમણે એમ પણ કહ્યું હતું કે નવાબ મલિકાના આરોપ હાસ્યાસ્પદ છે, ચાર વર્ષ પહેલા રિવર એન્થમ માટે જે ટીમ આવી હતી, તેની ક્રિએટીવ ટીમના એક સભ્યએ ફોટો પડાવ્યો હતો. તે વ્યક્તિને જાણી જોઇને મારા ફોટા સાથે ટ્વીટ કર્યો છે. જો કોઇ વ્યક્તિ સાથે ફોટો પડાવાથી તે ડ્રગ્સ માફિયા બની જતો હોય છે તો જેનો જમાઇ ડ્રગ્સની સાથે પકડાય તેની પાર્ટી શું છે? અત્યાર તો નાનો બોમ્બ ફોડ્યો છે, દિવાળી બાદ મોટો બોમ્બ ફોડીશ.

Share: