×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાન જો પંજાબ પર હુમલો કરશે તો જિંદગીભરનો પાઠ ભણાવીશ: CM કેપ્ટન અમરિંદર સિંહ

નવી દિલ્હી, 15 ઓગસ્ટ 2021 રવિવાર

પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે રવિવારે પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે ભારત તેના વિસ્તારમાં કોઇ પણ પ્રકારનો હુમલો કે આક્રમક્તા સહન કરશે નહીં, દેશનાં 75માં સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાનને કડક સંદેશ આપતા સીએમ અમરિંદરે પાકનાં નાપાક ઇરાદાથી રાજ્યની સરહદને સુરક્ષા કરવાનો સંકલ્પ લીધો.

પંજાબનાં સીએમઓએ ટ્વીટ કરીને કહ્યું કે જો તે કોઇ દુસાહસ કરવાનો પ્રયાસ કરશે તો, અમે તેને જિંદરભરનો પાઠ ભણાવીશું. અમરિંદર સિંહે રાજ્યની સરહદની રક્ષા કરવાનું કસમ પણ લીધી, જો કે તેમણે કેન્દ્ર સરકારને પણ નિશાન બનાવતા કહ્યું કે ખેડુત વિરોધી કૃષિ કાયદાઓને નાબુદ કરવા માટે તેઓ ખેડુતોની લડાઇમાં તેમનો સાથ આપવાનું ચાલું રાખશે તેવો તેમણે સંકલ્પ પણ લીધો.