પાકિસ્તાનમાં 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર

પાકિસ્તાનમાં 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર

તા.26 ઓગસ્ટ 2022, શુક્રવાર 

પાડોશી દેશ પાકિસ્તાન આ પૂરના સંકટનો સામનો કરી રહ્યું છે. જેને લઇને પાકિસ્તાન સરકારે ‘રાષ્ટ્રીય કટોકટી’ જાહેર કરી છે અને પૂરથી પ્રભાવિત લોકોના પુનર્વસન મદદ માટે દાનની માંગ કરી છે. 

ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં માહિતી અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે દેશમાં પૂરની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી. 

મંત્રીએ કહ્યું કે,બલૂચિસ્તાન અને સિંધમાં પૂરને કારણે થયેલી તબાહીનો સામનો કરવા માટે રાષ્ટ્રીય ભાવનાની જરૂર છે. 

પાકિસ્તાન સરકારે અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકોના મોતનો દાવો કર્યો છે અને દેશમાં વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 3 રોડ લોકો બેઘર થયા છે.

એક અહેવાલ મુજબ, વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમની યુનાઇટેડ કિંગડમની મુલાકાત રદ કરી છે અને તેઓ કતારથી પાછા આવ્યા બાદ પૂર રાહત પ્રવૃત્તિઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરશે.

Share: