×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનમાં જમીયતની બેઠકમાં બોમ્બ બ્લાસ્ટ થતાં મચી અફરાતફરી, 20નાં મોત, 150થી વધુ ઈજાગ્રસ્ત

image : Twitter


પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાંના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠકમાં જોરદાર વિસ્ફોટ થયાના અહેવાલ આવી રહ્યા છે.  જેનાથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઇ હતી. માહિતી અનુસાર 20 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ JUI-F કાર્યકર સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. 

પોલીસ ઘટનાસ્થળે પહોંચી 

પોલીસ અને બચાવકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ પોલીસે પુરાવા એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે. ડીઆઈજી માલકંદનું કહેવું છે કે વિસ્ફોટ કેવી રીતે થયો તે વિશે કંઈ કહી શકાય નહીં. માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ઘણી તસવીરોમાં જોવા મળે છે કે અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.