પાકિસ્તાનની પારચિનાર સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 7 શિક્ષકોના મોત

પાકિસ્તાનની પારચિનાર સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 7 શિક્ષકોના મોત

પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાક-અફઘાન બોર્ડર પાસે પારચિનારની શાળામાં ગોળીબારની ઘટના સામે આવી છે. ફાયરિંગની આ ઘટનામાં સાત શિક્ષકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ સશસ્ત્ર શખસોએ સ્ટાફ રૂમમાં ગોળીબાર કર્યો હતો. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

અંધાધૂંધ ગોળીબારમાં 7 શિક્ષકોના જીવ ગયા 

એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિયા સમુદાયના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુન્ની આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. જે જગ્યાએ ગોળીબાર થયો તે અફઘાન સરહદને અડીને છે. પારાચિનાર દાયકાઓથી સૈન્યના નેતૃત્વમાં શિયા નરસંહારનું સ્થળ છે.

Share: