×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનાં મતદાન પહેલા જ TMC કાર્યાલયમાં વિષ્ફોટ, 4 કાર્યકરો ઘાયલ

નવી દિલ્હી, 26 માર્ચ 2021 શુક્રવાર

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પહેલા તબક્કાનાં શુભારંભ પહેલા જ લોહિયાળ રાજકીય રમત શરૂ થઇ ગઇ છે. મતદાન પહેલા બાંકુરામાં તૃણમૂલ કોંગ્રેસની ઓફિસમાં વિષ્ફોટ થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્લાસ્ટમાં ચાર પાર્ટી કાર્યકરો ઘાયલ થયા છે. વિષ્ફોટ બાદ વિસ્તારમાં સ્થિતિ તંગ બની છે. પોલીસ ઘટનાની તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

બાંકુરાના જોયપુરમાં શુક્રવારે સાંજે TMC ઓફિસમાં વિસ્ફોટ થયો તે માટે, TMCએ બિજેપીને જવાબદાર ઠેરવી છે. આ વિષ્ફોટ બાદ, ઘણી જગ્યાએ હિંસક અથડામણ થયાનાં પણ રિપોર્ટ પણ મળી રહ્યા છે.

પહેલા તબક્કા હેઠળ આ બેઠકો માટે યોજાશે મતદાન  

બંગાળમાં પહેલા તબક્કા હેઠળ પતાશપુર, કંઠી ઉત્તર, ભાગબાનપુર, ખેજુરી, કાંતિ દક્ષિણા, રામનગર, ઇગરા,દાંતન, નયાગ્રામ, ગોપી વલ્લભપુર, ઝારગ્રામ,કેશિયારી (એસટી),ખડગપુર, ગરબેટા, સાલબોની,મેદિનીપુર, બિનપુર (એસટી), બાંદબાન (એસટી), બલરામપુર, બાઘમુંડી, જોયપુર, પુરૂલિયા, મનબજાર (એસટી), કાશીપુર પરા (એસસી), રઘુનાથપુર (એસસી), સલ્ટૌરા (એસસી), છઠના, રાણીબાંધ (એસટી) અને રાયપુર (એસટી) આ બેઠક 27 માર્ચ, શનિવારે મતદાન  યોજાશે.