×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પટના AIIMSમાં બાળકો પર રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયું, 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે

પટના, તા. 3 જૂન 2021, ગુરૂવાર

દેશમાં બાળકો પર કોરોનાની રસીને પટના AIIMS ખાતે બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ત્રણ બાળકોને ભારત બાયોટેકની કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલમાં ત્રણેય બાળકો સ્વસ્થ છે.

પટના AIIMSને કુલ 80 બાળકો પર રસીની ટ્રાયલનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ત્રણેય બાળકોની ઉંમર 12 થી 18 વર્ષની વય જૂથમાં છે અને તે પટનાના રહેવાસી છે. રસી આપ્યાં બાદ ત્રણેય બાળકોનું બે કલાક સુધી અવલકોન કરવામાં આવ્યું હતું. જોકે, ત્રણમાંથી એક પણ બાળક ઉપર કોઈ આડઅસર જોવા મળી નથી. હોસ્પિટલે ત્રણેય બાળકોના માતા-પિતાને ડાયરી આપી છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવા જણાવ્યું છે.

108 બાળકોએ સ્વૈચ્છિક નોંધણી કરાવી છે. આમાંથી, 15 બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ હાથ ધરવામાં આવી હતી અને ફક્ત ત્રણ જ ટ્રાયલને લાયક મળ્યાં હતાં. આ ત્રણેય બાળકોને 28 દિવસના અંતર પછી બીજો ડોઝ આપવામાં આવશે. એકવાર તેમના રસીકરણ પૂર્ણ થયા પછી બાળકોને રસીની કોઈપણ આડઅસર માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. પટણા એઇમ્સે તેમની ઉંમરના આધારે ટ્રાયલ માટે બાળકોને ત્રણ જૂથોમાં વહેંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે ભારત સરકારે ભારત બાયોટેકની કોવેક્સિનને ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી હતી. દેશમાં કુલ 525 બાળકો પર ટ્રાયલ કરવામાં આવશે, જેમાં દિલ્હી, પટના એકમ્સ સહિત કેટલીય મોટી હોસ્પિટલ સામેલ થશે. ટ્રાયલ દરમિયાન વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે, જેમાં બે ડોઝનું અંતર હશે.