×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંદર ઓગસ્ટે દિલ્હીમાં ખેડૂતો રાષ્ટ્રધ્વજ નહીં ફરકાવેઃ રાકેશ ટિકૈતનુ એલાન

નવી દિલ્હી,તા.14 ઓગસ્ટ 2021,શનિવાર

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેતે કહ્યુ છે કે, આ વખતે પંદર ઓગસ્ટનો ઝંડો હિમાલયની ગોદમાં ફરકાવવામાં આવશે. હિમાલયની તળેટીના કોઈ ગામડામાં થનારા ધ્વજવંદનમાં હું ભાગ લઈશ. જ્યાં કોઈ સરકારી પ્રતિનિધિ હાજર ના હોય.

ટિકેતૈ આગળ કહ્યુ હતુ કે, દેશભરના ખેડૂતોને અપીલ છે કે, સ્વતંત્રતા દિવસ પર ખેડૂતો પોતાના ઘરની અગાસીઓ પર, વાહનો પર તેમજ દિલ્હી બોર્ડર પર ઉભા કરાયેલા કામચલાઉ કેમ્પ પર ઝંડો ફરકાવે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી પંદર ઓગસ્ટના રોજ દિલ્હીમાં ઝંડો ફરકાવવાનુ એલાન કરી રહ્યા હતા પણ ટિકૈતના ઉપરોક્ત નિવેદન બાદ હવે આંદોલનકારી ખેડૂતો દિલ્હીમાં ધ્વજ ફરકાવે તેવી અટકળો શાંત થઈ જશે તેમ લાગી રહ્યુ છે.