પંજાબ ચૂંટણીઃ કોંગ્રેસે 86 ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કર્યુ, સીએમ ચન્ની અને સિધ્ધુના પણ નામ

પંજાબ ચૂંટણીઃ કોંગ્રેસે 86 ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કર્યુ, સીએમ ચન્ની અને સિધ્ધુના પણ નામ

ચંદીગઢ, તા. 15. જાન્યુઆરી. 2022 શનિવાર

કોંગ્રેસે પંજાબ ચૂંટણી માટે 86 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

સીએમ ચરણજિતસિંહ ચન્ની ચમકોર સાહેબ ખાતેથી તેમજ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિધ્ધુ અમૃતસર ખાતેથી ચૂંટણી લડશે.

અભિનેતા સોનુ સુદની બહેનને કોંગ્રેસે મોગા બેઠક પરથી ટિકિટ આપી છે.હાલના કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવા અને સિંગર સિધ્ધુ મુસેવાલા પણ ચૂંટણી લડવાના છે.

આ લિસ્ટ જાહેર થયુ તે પહેલા કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ ઝાટકો આપ્યો છે.કોંગ્રેસના પૂર્વ મંત્રી જોગિન્દરસિંહ પાર્ટીમાંથી રાજીનામુ આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

Share: