પંજાબમાં ભયંકર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

પંજાબમાં ભયંકર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
Image : Pixabay.com

ગુરદાસપુર, 9 જાન્યુઆરી 2022, સોમવાર

પંજાબના બટાલા નજીક જલંધર રોડ પર એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. આ પાંચ લોકોમાં 2 મહિલા અને 2 પુરુષ અને એક છોકરીનો સમાવેશ છે. કારમાં સવાર લોકોમાં દોઢ વર્ષની બાળકી પણ હતી.

એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા

આ ભયંકર અકસ્માતની જાણ મૃતકના પરિવારજનોને તથા પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતકના પરિજનોએ કહ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે એક નાનો અકસ્માત થયો છે. જો કે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના કુલ 5 સભ્યોના મોત થયા હતા. કારમાં એક દોઢ વર્ષની બાળકી પણ હતી તેનુ પણ મૃત્યુ પણ થયું હતું. એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેને સારવાર માટે તાત્કાલિક અમૃતસર રિફર કરવામાં આવી હતી.

આ પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત આવી રહ્યો હતો

આ અકસ્માતની વધુ વિગત મુજબ આ પરિવાર એક લગ્ન સમારોહમાં હાજરી આપીને તેમના વતન ચહલ કલાન પરત આવી રહ્યો હતો. અકસ્માતના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અલ્ટો કાર સવારે પહેલા મોટરસાઇકલને ટક્કર મારી હતી. આ ટક્કરમાં એક મોટર સાયકલ ચાલકને ઇજા થઇ હતી. આ ટક્કર બાદ તે કાર આગળ જઈને ટ્રક સાથે ભયંકર રીતે અથડાઈ હતી. આ અકસ્માતની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટીપર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર 6 લોકોમાંથી એક બાળકી સહિત 5 લોકોના મોત થયા છે. આ અકસ્માત અંગે સ્થાનિક પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share: