પંજાબના CM ભગવંત માન પર મોટો ખતરો ટળ્યો, દોડી આવી બોમ્બ ડિસ્પોઝલ ટીમ

પંજાબના CM ભગવંત માન પર મોટો ખતરો ટળ્યો, દોડી આવી બોમ્બ ડિસ્પોઝલ ટીમ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર મોટો ખતરો ટળ્યો છે. ચંડીગઢમાં જાબ અને હરિયાણાના સીએમ હાઉસ પાસેથી બોમ્બનો સેલ મળી આવતા પંજાબ પોલીસ દોડતી થઈ છે.

મુખ્યમંત્રી ભગવંત માનના હેલિપેડ પાસે બોમ્બનો શેલ મળી આવતા ખડભડાટ મચ્યો છે. આ બોમ્બ શેલ કેરીના બગીચામાં પડેલો મળી આવ્યો છે. તે ચંદીગઢમાં પંજાબ અને હરિયાણાના સીએમ હાઉસથી થોડા અંતરે મળી આવ્યો છે. પોલીસે આ બોમ્બ સેલને રેતીની થેલીઓથી ઢાંકી દીધો છે. તો સુરક્ષાને ધ્યાને રાખી આ વિસ્તારને પણ કોર્ડન કરી સીલ કરી દેવામાં આવ્યો છે. રાજીન્દ્રા પાર્ક પાસે બનેલા આ હેલિપેડનો ઉપયોગ પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રી કરે છે. આ ઘટનાને પગલે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી છે અને ચંદીગઢ પોલીસ પણ હાલ તપાસ કરી રહી છે.

Share: