ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રહાણે કેપ્ટન અન પૂજારા વાઈસ કેપ્ટન, સ્ટાર ખેલાડીઓને આરામ

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રહાણે કેપ્ટન અન પૂજારા વાઈસ કેપ્ટન, સ્ટાર ખેલાડીઓને આરામ

નવી દિલ્હી,તા.12.નવેમ્બર,2021

ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે રમાનારી બે ટેસ્ટ મેચની સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવાઈ છે.

પહેલી ટેસ્ટ 25 નવેમ્બરથી કાનપુરમાં અને બીજી ટેસ્ટ મુંબઈમાં રમાવાની છે.વિરાટ કોહલીને ટી-20 સિરિઝની સાથે પહેલી ટેસ્ટ માટે આરામ અપાયો છે ત્યારે પહેલી ટેસ્ટ માટે રહાણેને કેપ્ટન બનાવાયો છે જ્યારે ચેતેશ્વર પૂજારા વાઈસ કેપ્ટન રહેશે.રોહિત શર્માને આખી સીરિઝમાં આરામ અપાયો છે.સાથે સાથે વિકેટકીપર ઋષભ પંત અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવ્યો છે.

ભારતની ટીમ આ પ્રમાણે છે

અજિંક્ય રહાણે(કેપ્ટન)

કે એલ રાહુલ

મયંક અગ્રવાલ

ચેતેશ્વર પૂજારા(વાઈસ કેપ્ટન)

શુભમન ગિલ

શ્રેયસ ઐયર

ઋધ્ધિમાન સહા(વિકેટ કીપર)

કે એસ ભરત(વિકેટ કીપર)

રવિન્દ્ર જાડેજા

આર અશ્વિન

અક્ષર પટેલ

જયંત યાદવ

ઈશાંત શર્મા

ઉમેશ યાદવ

મહોમ્મદ શમી

મહોમ્મદ સિરાજ

પ્રસિધ્ધ ક્રિષ્ણા

Share: