×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નો રિપીટ થિયરી, મંત્રીમંડળમાં સરપ્રાઇઝ નામો, સિનિયરો ઘરભેગા


- નવા મંત્રીમંડળમાં મોદી-શાહની મેજર રાજકીય સર્જરી 

- મંત્રીના નામોની પસંદગી માટે દિવસભર રાજકીય ડ્રામા રૂપાણીના મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓનું પત્તુ કપાશે

- આજે 12 જેટલાં કેબિનેટ મંત્રી,12-14 રાજ્યકક્ષાના મંત્રી શપથગ્રહણ કરી શકે છે,વહેલી સવારે ફોન કરીને જાણ કરાશે

- નારાજ સિનિયર મંત્રીઓના મનાવવા પાટીલના ધમપછાડાં મંત્રીપદ માટે ખેંચતાણ વધતા મામલો મોદીના દરબારમાં 

અમદાવાદ : પાટનગર ગાંધીનગરમાં  નવા પ્રધાનમંડળની રચના માટ ભાજપના નેતાઓ ગડમથલ કરી રહ્યા છે કેમકે, શિસ્તબધ્ધ ગણાતા પક્ષમાં મંત્રીપદ માટેની અંદરોઅંદરની ખેચતાણને લીધે ડખો  સર્જાયો છે જેના કારણે શપથવિધી સુધ્ધાં  રદ કરવી પડી છે. જોકે, હાઇકમાન્ડને આદેશને રિપિટ થિયરીને પગલે સિનિયર મંત્રીઓ ઘરભેગા થવુ પડે તેમ છે જયારે શિક્ષિત-ટેકનોસેવી યુવા ધારાસભ્યને પ્રાધાન્ય આપવા ભાજપે મન બનાવ્યુ છે. મુખ્યમંત્રીના નામની જેમ મંત્રીમંડળમાં સરપ્રાઇઝ કહી શકાય તેવા નામો જાહેર થાય તેવુ માનવામાં આવી  રહ્યુ છે. 

નવા મંત્રીમંડળમાં કોને મંત્રીપદ આપવુ એને કોનુ પત્તુ કાપવુ તે અંગે પાટનગર ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને દિવસભર બેઠકોનો દોર ચાલ્યો હતો. ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરીને ચર્ચા કરાઇ હતી. હાઇકમાન્ડના આદેશને પગલે આ વખતે રુપાણીના મંત્રીમંડળમાંથી ભૂપેન્દ્ર ચુડાસમા, નિતિન પટેલ, કૌશિક પટેલ સહિત મોટાભાગના મંત્રીઓની બાદબાકી કરાશે. જયારે પ્રદિપસિંહ જાડેજા, ગણપત વસાવા, દિલિપ ઠાકોર, જયેશ રાદડિયા અને સૌરભ પટેલના મંત્રી થવાના ફિફ્ટી ફિફટી ચાન્સ છે. યુવા ધારાસભ્યો અને નવા ચહેરાઓને મંત્રીપદ અપાશે. ૭૫ ટકાથી વધુ મંત્રીઓને પડતા મૂકવામાં આવનાર છે.આ ફોર્મ્યુલાને પગલે સિનિયર મંત્રીઓ લાલઘૂમ થયા છે. 

ગઇકાલ રાતથી ધારાસભ્યોને વહેલી સવારે દસ વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવા આદેશ અપાયો હતો. પણ મોડી સાંજ સુધી મંત્રીઓના નામને લઇને કોઇને ફોન સુધ્ધાં કરાયા ન હતા જેના કારણે ખુદ ધારાસભ્યો ય મૂંઝવણ અનુભવી રહ્યા હતાં. જ્ઞાાતિગત-સ્થાનિક રાજકીય સમિકરણો આધારે કયા જીલ્લા અને કયા સમાજમાંથી કોને પ્રતિનિધીત્વ આપવુ તે અંગે બેઠકોમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી ભૂપેન્દ્ર યાદવ,સી.આર.પાટીલ સહિતના નેતાઓ મોડી રાત સુધી મંત્રીના નામોને લઇને ગડમથલ કરતા રહ્યા હતાં. મોદીના આદેશથી આખીય કેબિનેટ બદલાય તેવા પ્રયાસને પગલે આંતરિક કકળાટ શરૂ થયો છે. નવા મંત્રીમંડળમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતાં યુવા-ટેકનોસેવી, નવા ચહેરાને સ્થાન અપાશે. 

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં ૨૦-૨૨ મંત્રીઓને સામેલ કરવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે. ૧૨ જેટલા કેબિનેટ મંત્રી હશે જયારે ૧૨-૧૪ રાજ્યકક્ષાના મંત્રી હશે.જોકે, મંત્રી તરીકે પસંદ કરાયેલા ધારાસભ્યોને વહેલી સવારે ફોન કરીને જાણ કરવામાં આવશે. નો રિપિટ થિયરીને પગલે સિનિયર મંત્રીઓ નારાજ થયા છે. રુપાણી સરકારના મોટાભાગના મંત્રીઓને વહેલી સવારે જ  ચેમ્બરો ખાલી કરવા આદેશ કરી દેવાયો હતો.આ ઉપરાંત નિવાસસ્થાન પણ ખાલી કરી દેવા સૂચના આપી દેવાઇ હતી. સિનિયર મંત્રીઓએ મંત્રી પદ મેળવવા છેલ્લી ઘડી સુધી છેક દિલ્હી સુધી લોબિંગ કર્યુ હતું. મંત્રીપદ માટે આંતરિક ખેંચતાણને લીધે એવી પરિસ્થિતી સર્જાઇ હતી.આંતરિક વિરોધના સૂર ઉઠતાં આખોય મામલો દિલ્હી મોદીના દરબારમાં  પહોચ્યો હતો. એમએલએ કવાર્ટસમાં ધારાસભ્યો કોની લોટરી લાગે છે તેની રાહમાં દિવસભર બેસી રહ્યા હતાં. 

એવી માહિતી જાણવા મળી છેકે, ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સરપ્રાઇઝ કહી શકાય તેવા મંત્રી હશે. અત્યારે તો કોને મંત્રી બનાવાશે તેવી રાજકીય અટકળો પૂરજોશમાં ચાલી રહી છે. 

મંત્રીમંડળમાંથી કોનું પત્તું કપાશે

નિતિન પટેલ

આર.સી.ફળદુ

કૈાશિક પટેલ

ઇશ્વર પરમાર

ભૂપેન્દ્રસિંહ 

ચુડાસમા

બચુ ખાબડ

વાસણ આહિર

કિશોર કાનાણી

યોગેશ પટેલ

ધર્મેન્દ્રસિંહ

જાડેજા

ઇશ્વર પરમાર

વિભાવરી દવે

પુરુષોતમ સોલંકી

કુંવરજી

બાવળિયા

ઇશ્વર પટેલ

જવાહર ચાવડા

રમણ પાટકર

આ મંત્રીઓ માટે ફિફ્ટી ફિફટી ચાન્સ

ગણપત વસાવા

પ્રદિપસિંહ જાડેજા

જયેશ રાદડિયા

દિલિપ ઠાકોર

સૌરભ પટેલ

આ નવા ચહેરા મંત્રી બની શકે છે

મનિષા વકીલ

સંગિતા પાટીલ

હર્ષ સંઘવી

પંકજ દેસાઇ

આત્મારામ પરમાર

કિરીટસિંહ રાણા

ઋષિકેષ પટેલ

કનુ પટેલ

કિર્તીસિંહ વાઘેલા

શશિકાંત પંડયા 

મોહન ઢોડિયા

કુબેર ડિંડોર

પિયુષ દેસાઇ

આર.સી.મકવાણા

ગોવિંદ પટેલ

અરવિંદ રૈયાણી

રાકેશ શાહ 

ગજેન્દ્રસિંહ ચૌહાણ

દુષ્યંત પટેલ

અરુણસિંહ રાણા

નિમા આચાર્ય

બ્રિજેશ મેરઝા

જે.વી.કાકડિયા

વી.ડી.ઝાલાવડિયા

કેતન ઇનામદાર