×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નોબૅલ પ્રાઈઝ અર્થશાસ્ત્રીએ મમતા બેનર્જીને લઇ કહી મોટી વાત, બીજેપી વિશે પણ કરી ટિપ્પણી

Image: Twitter 


નોબૅલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઇ વાત કરતા કહ્યું હતુ કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આગામી વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવે છે. અમર્ત્ય સેને આજે કહ્યું હતું કે, "પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પાસે ભાજપથી નિરાશ લોકોને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા છે."

અમર્ત્ય સેને એવું પણ કહ્યું હતુ કે, "2024ની લોકસભા ચૂંટણી એકતરફી ભાજપની તરફેણમાં હશે તો એવું થશે નહિ." તેમણે કહ્યું, "આગામી સામાન્ય ચૂંટણીઓમાં પ્રાદેશિક પક્ષોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહેશે." અમર્ત્ય સેને જણાવ્યું હતું કે, ડીએમકે એક મહત્વપૂર્ણ પક્ષ છે, ટીએમસી પણ ચોક્કસપણે મહત્વપૂર્ણ છે અને સમાજવાદી પાર્ટીનો થોડો અંશે પ્રભાવ પાળી શકે છે.

અમર્ત્ય સેને બીજેપી વિશે શું કહ્યું?
અમર્ત્ય સેને કહ્યું હતું કે, "મને લાગે છે કે બીજેપીનું સ્થાન અન્ય કોઈ પક્ષ લઈ શકશે નહીં, એવું ન માનવું ભૂલ હશે, કારણ કે તેઓએ પોતાનું સ્થાન એવું જગ્યાએ મજબુત બનાવ્યું છે જ્યાં હિંદુઓ તરફ ઝુકાવ વધારે છે." તેમણે કહ્યું કે, "ભાજપે ભારતના વિઝનને ઘણી હદ સુધી સંકુચિત કરી દીધું છે. તેણે માત્ર હિંદુ તરફ અને હિન્દીભાષી તરફ ભારતની વિચારધારાને ખૂબ જ મજબૂત રીતે લઈને ભારતની સમજને સંકુચિત કરી દીધી છે.