×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'પરિણીતા'ના ડાયરેક્ટર પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે નિધન, ફિલ્મ જગતમાં શોક

Image : Twitter

અમદાવાદ, 24 માર્ચ 2023, શુક્રવાર

બોલિવૂડમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે નિધન થયું છે. તેમણે વહેલી સવારે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના નિધનથી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ. પ્રદીપ સરકારના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે સાંતાક્રુઝના સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

તેમને મોડી રાત્રે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

સુત્રોમાંથી અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા. તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું ત્યારબાદ પ્રદીપ સરકારને મોડી રાત્રે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે ડોકટરો તેને બચાવી શક્યા ન હતા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક પ્રતિભાશાળી ફિલ્મ સર્જક ગુમાવ્યો છે. પ્રદીપ સરકાર ડાયરેક્ટર હોવા ઉપરાંત લેખક પણ હતા. તેણે પોતાના કરિયરની શરૂઆત વિનોદ ચોપરા પ્રોડક્શનથી કરી હતી. 17 વર્ષ સુધી મેઈનસ્ટ્રીમ એડવર્ટાઈઝિંગમાં ક્રિએટિવ ડિરેક્ટર-આર્ટ તરીકે કામ કર્યા પછી તેમની દિગ્દર્શન યાત્રા શરૂ થઈ. તે એડ ફિલ્મ મેકર બની ગયા હતા. કમર્શિયલ ઉપરાંત તેણે ઘણા હિટ મ્યુઝિક વિડિયોઝનું નિર્દેશન પણ કર્યું હતું.

બોલીવુડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી

તેણે બોલીવુડમાં ઘણી સુપરહિટ અને અદ્ભુત ફિલ્મો બનાવી હતી. સૈફ અલી ખાન અને વિદ્યા બાલન સ્ટારર પરિણીતાને સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ નિર્દેશક તરીકે પરિણીતા તેની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મ હજુ પણ ફિલ્મ પ્રેમીઓની પસંદ છે. આ ફિલ્મે વિદ્યા બાલનને સ્ટાર બનાવી દીધી હતી. પરિણીતાની ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેણે 5 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા. પ્રદીપ સરકારના નિર્દેશનમાં બનેલી છેલ્લી હિન્દી ફિલ્મ હેલિકોપ્ટર ઈલા હતી. આમાં કાજોલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.