×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નૂહમાં 8 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ બૅન, હરિયાણા પોલીસે રાજસ્થાનમાંથી 8 તોફાનીઓને પકડી પાડ્યા

image : IANS


સોમવાર સુધીમાં હરિયાણાના નૂહ જિલ્લામાં વહીવટીતંત્ર સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા વાતાવરણ બગાડનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. કોઈપણ પ્રકારની અફવાને રોકવા માટે હિંસા બાદથી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. વહીવટીતંત્રે અગાઉ 5 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે આ સમયગાળો 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. 

રાજસ્થાન સરહદે પાડ્યા દરોડા, 8ને પક્ડ્યાં 

આ સાથે નૂહ હિંસાના આરોપીઓને પકડવા માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. હરિયાણાને અડીને આવેલા રાજસ્થાનના વિસ્તારોમાં હરિયાણા પોલીસના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. નૂહ પોલીસે મેવાતને અડીને આવેલા રાજસ્થાનના વિસ્તારોમાંથી આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ મેવાતને અડીને આવેલા રાજસ્થાનના જિલ્લાના રહેવાસી છે.

ક્યાંથી હિંસા શરૂ કરી હતી? 

નૂહ પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હરિયાણાને અડીને આવેલા રાજસ્થાનના વિસ્તારોમાંથી લોકો સંપૂર્ણ પ્લાનિંગ સાથે નૂહ જિલ્લામાં પ્રવેશ્યા હતા. તેમણે જણાવ્યું કે આ લોકોએ સૌથી પહેલા નૂહ જિલ્લાના બડકલી વિસ્તારમાં તોફાનો અને આગચંપી શરૂ કરી. બડકલીથી બે કિલોમીટર આગળ ભદાસ વિસ્તારમાં શક્તિ સિંહની હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સોમવારે હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રિજમંડલ યાત્રા દરમિયાન હોબાળો થયો હતો. આ હિંસા દરમિયાન બે હોમગાર્ડ અને ચાર નાગરિકોના મોત થયા હતા.