×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નૂહમાં તંત્રની બુલડોઝર કાર્યવાહીનો દોર યથાવત્, હોટેલ કરાઈ ધ્વસ્ત, પથ્થરમારાનો વીડિયો થયો હતો વાયરલ


હરિયાણાના નૂહમાં હિંસા બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. તપાસ એજન્સીઓએ બદમાશોની શોધ શરૂ કરી છે. તેમની ગેરકાયદે મિલકતો પણ તોડી પાડવામાં આવી રહી છે. આ સાથે તે જગ્યાઓ પણ ટ્રેસ કરવામાં આવી રહી છે જ્યાંથી પથ્થરમારાની ઘટનાઓ બની છે. ગઈકાલે પ્રશાસન દ્વારા બુલડોઝર વડે તે હોટલને તોડી પાડવામાં આવી જ્યાંથી હિંસા દરમિયાન પથ્થરમારો થયો હતો. અત્યાર સુધીમાં 600થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. સમગ્ર હરિયાણામાં લગભગ 104 FIR નોંધવામાં આવી છે. લગભગ 216 ધરપકડ કરવામાં આવી છે અને 83 લોકોની અટકાયત કરવામાં આવી છે.

સતત ત્રીજા દિવસે હિંસાગ્રસ્ત નૂહ જિલ્લામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરીવળ્યું 

હરિયાણાના અધિકારીઓએ ગઈકાલે ત્રીજા દિવસે હિંસાગ્રસ્ત નૂહ જિલ્લામાં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની ઝુંબેશ શરૂ કરી હતી. આ દરમિયાન 12થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. તેમાંથી કેટલીક મિલકતો એવા લોકોની પણ છે જેઓ  અથડામણમાં કથિત રીતે સામેલ હતા.

ગઈકાલે પણ  બુલડોઝર ચાલવામાં આવ્યું હતું

નૂહના એસડીએમ અશ્વિની કુમારે જણાવ્યું કે, સીએમના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી છે. અહીં બધું ગેરકાયદે બાંધકામ છે. આ લોકો પણ રમખાણોમાં સામેલ હતા, તેથી સીએમના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થળ પર હાજર અધિકારીઓના જણાવ્યા મુજબ ગેરકાયદેસર કબજાની જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. આ પહેલા ગઈકાલે સ્થાનિક વહીવટીતંત્રે ચાર જગ્યાએ બુલડોઝર ચલાવીને ગેરકાયદે બાંધકામો દૂર કર્યા હતા. ગુરુવારે પણ નુહના તાવડુમાં બુલડોઝર ચાલવામાં આવ્યું હતું.

બુલડોઝર વડે 200થી વધુ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડી

પોલીસે રોહિંગ્યાઓના ગેરકાયદે કબજા અને ગેરકાયદે ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું હતું. મળતી માહિતી અનુસાર, આ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. પોલીસે બુલડોઝર વડે 200થી વધુ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડી હતી. બુલડોઝરની કાર્યવાહી લગભગ 4 કલાક સુધી ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઝૂંપડપટ્ટીમાં બાંગ્લાદેશના ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહે છે. આમાંના ઘણા લોકો હિંસામાં સામેલ હતા.