×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાયબ મુખ્મંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ, તા. 24 એપ્રિલ 2021, શનિવાર

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. કોરોના વાયરસના પ્રાથમિક લક્ષણો જણાતા તેમણે આજે ટેસ્ટ કરાવયો હતો, જે પોઝિટિવ આવ્યો છે. વર્તમાન સમયે તેમને શહેરની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નીતિન પટેલે કોરોનાની રસીનો એક ડોઝ લઇ લીધો છે.

આ સિવાય અન્ય એક વાત એ પણ છે કે સતત બે દિવસથી નીતિન પટેલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે હતા. તેઓ અમદાવાદની 900 બેડની હોસ્પિટલના ઉદ્ધાટન સમયે પણ સાથે હતા. કાલે તેઓએ અમિત શાહ સાથેની હાઈલેવલ મીટિંગમાં પણ સાથે રહ્યા હતા. આ સિવાય આજે તેમણે ગાંધીનગરમાં પણ એક ઓક્સિજન પ્લાંટના ઉદ્ઘાટનમાં ગયા હતા, ત્યાં પણ તેઓ અમિત શાહ અને વિજય રુપાણીની સાથે હતા.