નાગપુરમાં RSSના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે સુરક્ષા વધારી દીધી

નાગપુરમાં RSSના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે સુરક્ષા વધારી દીધી

નાગપુર, 31 ડિસેમ્બર 2022, શનિવાર

મહારાષ્ટ્રના નાગપુરમાં સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલયને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી છે. શનિવારે અહીં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, એક અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી હતી. આ વ્યક્તિ કોણ છે તે વિશે તપાસ ચાલુ કરવામાં આવી છે. 

ડીસીપી ગોરખ ભામરેએ કહ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમમાં બપોરે એક વાગ્યે ફોન આવ્યો હતો. એક વ્યક્તિએ મહલ વિસ્તારમાં આરએસએસના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ડીસીપીએ કહ્યું હતું કે,  ધમકી મળ્યા બાદ ધમકી મળ્યા બાદ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ  અને સ્નિફર ડોગ્સને RSS મુખ્યાલય ખાતે બોલાવાયા હતા.

પોલીસે મુખ્યાલય પરિસરની સંપૂર્ણ તપાસ કરાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ બાબત જોવા મળી નથી. હજી અહીં તપાસ ચાલી રહી છે.  સાવચેતીના પગલા તરીકે RSS મુખ્યાલયની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

Share: