નાંદેડમાં કેસીઆરનું આહ્વાન… અબકી બાર કિસાન સરકાર, મન કી બાતથી કામ નહીં ચાલે

નાંદેડમાં કેસીઆરનું આહ્વાન… અબકી બાર કિસાન સરકાર, મન કી બાતથી કામ નહીં ચાલે

image : Twitter

નાંદેડ, તા.5 ફેબ્રુઆરી, 2023, રવિવાર 

મહારાષ્ટ્રના નાંદેડમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે આઝાદીના 75 વર્ષ બાદ પણ આજે દેશમાં અનેક જગ્યાએ ન તો પીવાનું પાણી છે ન તો સિંચાઈ માટે પાણી કે વીજળી મળે છે. આ દુઃખની વાત છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. 

રાજ્યની બહાર પ્રથમ સભા

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા કેસીઆરએ તેમના રાજ્યથી બહાર આ પ્રથમ સભા સંબોધી હતી. તેઓ ત્રીજો મોરચો બનાવવાની કવાયત કરી રહ્યા છે. નાંદેડમાં કેસીઆર ભારત રાષ્ટ્ર સમિતિના બેનર હેઠળ રેલી યોજી રહ્યા હતા. કેસીઆર તેના પછી દેશના અન્ય ભાગોમાં પણ રેલી યોજવાની તૈયારીમાં છે. 

કેસીઆરએ કહ્યું કે અબકી બાર કિસાન સરકાર…

કેસીઆરએ કહ્યું કે અબકી બાર કિસાન સરકાર…હવે આપણે રાષ્ટ્રીય સ્તરે જવાનું છે. હવે એક મોટું પરિવર્તન જરૂરી છે. અનેક લોકો આવે છે અને લાંબા લાંબા ભાષણ આપીને જતા રહે છે. મન કી બાત કરીને ચાલ્યા જાય છે.  75 વર્ષ બાદ પણ દેશમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. દેશમાં ફક્ત ભાષણ ચાલી રહ્યા છે. ખેડૂતો પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. 

કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન તાક્યું 

બીઆરએસ પ્રમુખે કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન તાકતા કહ્યું કે આજે મેક ઈન ઈન્ડિયા જોક ઈન ઈન્ડિયા બનીને રહી ગયું છે. ક્યાં છે મેક ઈન ઈન્ડિયા? દરેક વસ્તુની આયાત તો ચીનથી થાય છે. દરેક શેરીઓમાં ચાઈના માર્કેટ લાગી રહ્યા છે. મેક ઈન ઈન્ડિયા જ છે તો ચાઈના બજારની જગ્યાએ ભારત બજાર લગાવવા જોઈએ.  

Share: