×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવ વર્ષમાં મોદી સરકારને બહેનો યાદ ન આવી, ભાજપ સામે સૌ સાથે મળીને લડીશું : ઉદ્ધવ ઠાકરે

Image : screen gab twitter

NCPના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં વિપક્ષી ગઠબંધન 'INDIA'ની બેઠક પહેલા પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ઉદ્ધવે કહ્યું કે ભારત માતાની રક્ષા માટે એકસાથે આવ્યા છે. ભાજપ સામે સૌ સાથે મળીને લડીશું.

મહિલાઓની સુરક્ષા રોજેરોજ થવી જોઈએ : ઉદ્ધવ ઠાકરે

મુંબઈમાં યોજાનારી ગઠબંધન INDIAની બ દિવસીય બેઠક પહેલા NCPના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહિલાઓની સુરક્ષા રોજેરોજ થવી જોઈએ, આ દરરોજ થવી જોઈએ. આજે આવી સરકાર રાજ્ય અને કેન્દ્રમાં નથી. જો ભાજપના લોકો મહિલાઓને રાખડી બાંધવાનું કામ કરી રહ્યા છે તો સૌથી પહેલા તેઓએ મણિપુરની બે બહેનો, બિલકીસ બાનો અને કુસ્તી સંગઠનનો વિરોધ કરી રહેલી મહિલા ખેલાડીઓને રાખડી બાંધવી જોઈએ. આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે જેમ જેમ INDIA ગઠબંધન આગળ વધશે તેમ તેમ તેઓ ગેસ ફ્રી આપવાનું શરૂ કરશે. 9 વર્ષમાં મોદી સરકારને બહેનોની યાદ ન આવી તેમ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ભારત માતાની રક્ષા માટે એકસાથે આવ્યા છે. ભાજપ સામે સૌ સાથે મળીને લડીશું.

દેશની સુરક્ષાની જવાબદારી પણ INDIAની છે

અશોક ચવ્હાણે આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે 28 પાર્ટીઓ ગઠબંધન INDIAમાં જોડાઈ છે, આ પહેલા અમારા ગઠબંધનમાં 26 પાર્ટીઓ હતી. આજે રક્ષાબંધનનો દિવસ છે. દેશની સુરક્ષાની જવાબદારી પણ INDIAની છે. આ દરમિયાન શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે બેઠકની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ બેઠક 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે યોજાશે. આ ઉપરાંત સંજય રાઉતે કહ્યું કે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બેંગલુરુ અને પટનાથી આવેલા તમામ નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં 28 પક્ષોના નેતાઓ હાજરી આપશે.