×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા મંત્રીઓની શપથ પહેલા રવિશંકર પ્રસાદ અને હર્ષવર્ધન સહિત 12 મંત્રીઓના રાજીનામા

નવી દિલ્હી, તા. 7 જુલાઇ 2021, બુધવાર

વડાપ્રધાના નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટમાં મોટો બદલાવ કર્યો છે. કેબિનેટમાં નવા 36 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. તો સાથે અનુરાગ ઠાકુર, જી કિશન રેડ્ડી અને હરદીપ પુરી સહિત સાત મંત્રીઓનું પ્રમોશન કરવામાં આવ્યું છે. એટલે કે આજે કુલ 43 મંત્રીઓએ રાષ્ટ્રપતિભવનમાં શપથ ગ્રહણ કર્યા છે. જેમાંથી 15 કેબિનેટ કક્ષાના મંત્રીઓ હશે અને 28 રાજ્યમંત્રી. જેમાં સાત મહિલા નેતાઓ પણ સામેલ છે.

જો કે નવા મંત્રીઓના શપથગ્રહણ પહેલા 12 મંત્રીઓએ રાજીનામુ પણ આપ્યું. જેમાં આઇટી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધન, સૂચના ને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર જેવા નામ પણ સામેલ છે. જેનાથઈ લોકોને આશ્ચર્ય પણ થયું છે. 

આ સિવાય શિક્ષા મંત્રી રમેશ પોખરીયાલ નિશંક, રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા, શ્રમ અને રોજગાર મંચ્રી સંતોષ કુમાર ગંગવાર, શિક્ષા રાજ્ય મંત્રી સંજય ધોત્રે, મહિલા અને બાળ વિકાસ મંત્રી દેવશ્રી ચૌધરી, પર્યાવરણ રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયો, રતનલાલ કટારીયા, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી પ્રતાપ સારંગીએ પણ રાજીનામુ આપ્યું છે. તો થાવરચંદ ગહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

આ તમામ મંત્રીઓના રાજીનામા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વીકાર પણ કર્યા છે. જેમણે રાજીનામા આપ્યા છે તેમાં 6 કેબિનેટ મંત્રી, એક રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને પાંચ રાજ્ય મંત્રી સામેલ છે. વડાપ્રધાન તરીકે મે 2019માં 57 મંત્રીઓ સાથે પોતાનો બીજો કાર્યકાળ શરુ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલી વખત મંત્રીપરિષદમાં બદલાવ કર્યો છે.