×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા કાયદાની તૈયારી! ઈટાલીમાં સત્તાવાર કમ્યુનિકેશન માટે અંગ્રેજી કે વિદેશી ભાષાના ઉપયોગ પર મૂકાશે બૅન

image : Twitter


ઈટાલીની સરકાર પોતાના દેશમાં અંગ્રેજી ભાષાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. અહેવાલ અનુસાર, ઇટાલીમાં નાગરિકોને ટૂંક સમયમાં સત્તાવાર કમ્યુનિકેશન માટે અંગ્રેજી અથવા અન્ય કોઈપણ વિદેશી ભાષાનો ઉપયોગ કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવશે.

વડાંપ્રધાનની પાર્ટીએ આ કાયદો રજૂ કર્યો 

ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીના બ્રધર્સ ઑફ ઇટાલી પક્ષે એક નવો કાયદો રજૂ કર્યો છે જેમાં  ઓફિશિયલ કમ્યુનિકેશનમાં કોઈપણ વિદેશી ભાષા ખાસ કરીને અંગ્રેજીનો ઉપયોગ કરવા માટે 1 લાખ યુરો સુધીના દંડની જોગવાઈ કરાઈ છે.  અહેવાલ અનુસાર જો ઈટાલીના નાગરિકો ઓફિશિયલ કમ્યુનિકેશન માટે અંગ્રેજી કે અન્ય કોઈ વિદેશી ભાષાનો ઉપયોગ કરશે તો તેમને વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીની બ્રધર્સ ઓફ ઈટાલી પાર્ટી દ્વારા રજૂ કરાયેલા નવા કાયદા હેઠળ એક લાખ યુરો (108,705 અમેરિકી ડૉલર)નો  દંડ થઈ શકે છે. 

વડાંપ્રધાન આ કાયદાના સમર્થનમાં 

ઇટાલીના ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ (નીચલા ગૃહ) ના નેતા ફેબિયો રેમ્પેલીએ આ કાયદો રજૂ કર્યો હતો જેને વડાંપ્રધાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.  આ કાયદામાં કોઈપણ વિદેશી ભાષાનો ઉપયોગ નહીં કરવાની વાત કહેવાઈ છે પણ ખાસ કરીને એંગ્લોમેનિયા કે અંગ્રેજી શબ્દના ઉપયોગ સામે આ કાયદો કેન્દ્રીત રહેશે. કાયદાના ડ્રાફ્ટમાં કહેવાયું છે કે વિદેશી ભાષના ઉપયોગને કારણે ઈટાલિયન ભાષાની અધોગતિ થઈ રહી છે અને તે અપમાનિત થઈ રહી છે.