×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નક્સલીઓની ક્રુરતાઃ ઘરના ચાર સભ્યોને જાહેરમાં ફાંસી આપી અને પછી ઘરને બોમ્બથી ઉડાવી દીધુ


નવી દિલ્હી,તા.14.નવેમ્બર,2021

એક તરફ મહારાષ્ટ્રમાં નક્સલીઓનુ એન્કાઉન્ટર કરાયુ છે ત્યારે બીજી તરફ બિહારમાં ગયા જિલ્લામાં નક્સલીઓએ આચરેલી ક્રુરતાથી લોકોમાં ભય અને રોષ વ્યાપી ગયો છે.

ગયા જિલ્લામાં આવેલા એક ગામમાં શનિવારની રાતે નક્સલીઓએ હુમલો કર્યો હતો.ગામના રહેવાસી સરજૂ સિંહ ભોક્તાના ઘરને નક્સલીઓએ ઘેરી લીધુ હતુ અને એ પચી ઘરમાં હાજર ભોકતાના બે પુત્રો સત્યેન્દ્ર સિંહ, મહેન્દર સિંહ , પત્ની અને બીજી એક મહિલાને ઘરની બહાર  ફાંસી આપી દીધી હતી.

ચારેની હત્યા કર્યા બાદ નક્સલીઓએ બોમ્બથી ઘરને પણ ઉડાવી દીધુ હતુ.એ પછી ગામમાં નકસલીઓ પેમ્ફ્લેટ પણ નાંખીને ગયા છે અને તેમાં કહેવાયુ છે કે, ભોકતા પરિવારના સભ્યોએ કેટલાક દિવસ પહેલા ચાર નકસલવાદીઓને ઝેર આપીને મારી નાંખ્યા હતા.તેનો આ બદલો છે.

આ ઘટના બાદ સરકારમાં પણ હડકંપ છે.ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નકસલીઓના પેમ્ફ્લેટને પણ કબ્જામાં લીધા છે.બીજી તરફ આ હત્યાકાંડને અંજામ આપીને નક્સલીઓ જંગલમાં ગાયબ થઈ ગયા છે.