દેશમાં કોરોનાનો ફરી એક રાઉન્ડ! છેલ્લા 24 કલાકમાં 3800થી વધુ કેસ, 28 ટકાનો ઉછાળો

દેશમાં કોરોનાનો ફરી એક રાઉન્ડ! છેલ્લા 24 કલાકમાં 3800થી વધુ કેસ, 28 ટકાનો ઉછાળો

દેશમાં કોરોનાના કેસ ફરી એકવાર વધતા જોવા મળે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,824 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસ કરતા 28 ટકા વધુ છે. ગઈકાલે 2995 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે 3,095 નવા કેસ નોંધાયા હતા.

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 18 હજારથી વધુ

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 18,389 છે, જે કુલ ચેપના 0.04 ટકા છે. કોરોના મહામારીથી અત્યાર સુધીમાં દેશમાં 4.47 કરોડ કેસ નોંધાયા છે. 4.41 કરોડ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ રીતે રિકવરી રેટ 98.77 ટકા છે. કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં 5,30,881 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દિલ્હીમાં 7 મહિનાનો રેકોર્ડ તૂટ્યો

દિલ્હીમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં 416 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા 7 મહિનામાં સૌથી વધુ દૈનિક આંકડો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ શહેરમાં ચેપનો દર વધીને 14.37 ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં 669 નવા કેસ

ગઈકાલે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 669 કેસ નોંધાયા હતા, જેના કારણે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 81,44,780 થઈ ગઈ છે. શુક્રવારે રાજ્યમાં કોરોના વાયરસના 425 કેસ નોંધાયા હતા જ્યારે ગુરુવારે 694 કેસ નોંધાયા હતા.

Share: