દેશના આ નાનકડાં રાજ્યએ પેપરલેસ વિધાનસભા મામલે સર્જ્યો ઈતિહાસ

દેશના આ નાનકડાં રાજ્યએ પેપરલેસ વિધાનસભા મામલે સર્જ્યો ઈતિહાસ


– NeVA એનઆઈસી ક્લાઉડ, મેઘરાજ પર તૈનાત એક વર્ક ફ્લો સિસ્ટમ છે

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2022, રવિવાર

નાગાલેન્ડે શનિવારે સંપૂર્ણપણે પેપરલેસ હોવાના કારણે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) કાર્યક્રમ લાગુ કરનારી દેશની પ્રથમ વિધાનસભા બનીને ઈતિહાસ સર્જી દીધો હતો. નાગાલેન્ડ વિધાનસભા સચિવાલયે ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન 60 સદસ્યોની વિધાનસભામાં પ્રત્યેક ટેબલ પર એક ટેબલેટ કે ઈ-બુક અટેચ કરી છે. 

કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘નાગાલેન્ડ રાષ્ટ્રીય ઈ-વિધાન પરિયોજનાને સફળતાપૂર્વક લાગુ કરનારી ભારતની પ્રથમ વિધાનસભા બની ગઈ છે. સદસ્યો હવે સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકે છે. આ પહેલ પેપરલેસ સંચાલનને પ્રોત્સાહિત કરે છે અને અષ્ટ લક્ષ્મી પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.’

NIC ક્લાઉડ, મેઘરાજ પર તૈનાત એક વર્ક ફ્લો સિસ્ટમ છે NeVA

જેવી રીતે NeVA પોતાના મંત્રાલયની દેખરેખમાં કામ કરે છે. સત્તાવાર નોટ પ્રમાણે નેવા એનઆઈસી ક્લાઉડ, મેઘરાજ પર તૈનાત એક વર્ક ફ્લો સિસ્ટમ છે જે સદનના અધ્યક્ષને સદનની કાર્યવાહીને સુચારૂરૂપે સંચાલિત કરવામાં અને સદનના વિધાયી કાર્યને પેપરલેસ રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે. 

Share: