દિશા સાલિયાન કેસ ફરી ખુલશે, SIT તપાસના આદેશ, આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવા માંગ

દિશા સાલિયાન કેસ ફરી ખુલશે, SIT તપાસના આદેશ, આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવા માંગ

મુંબઈ, તા.22 ડિસેમ્બર-2022, ગુરુવાર

મહારાષ્ટ્રનો દિશા સાલિયાન મૃત્યુ કેસ ફરી ખુલશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિશા કેસમાં SIT તપાસના આદેશ આપી દીધા છે. એટલું જ નહીં તેમણે અપીલ કરી છે કે, આ કેસ અંગે કોઈની પાસે પુરાવા હોય, તો SITને આપે… તો બીજી તરફ ભાજપ અને શિંદે જૂથના ધારાસભ્યો આ કેસમાં SIT તપાસની માંગ કરી રહ્યા હતા.

દિશા સાલિયાન એક્ટર સુશાંત સિંહ રાજપુતની પૂર્વ મેનેજર હતી. પોલીસના જણાવ્યા મુજબ, 8 જૂન-2020ની રાત્રે દિશા સાલિયાને બિલ્ડિંગ પરથી કુદી આત્મહત્યા કરી હતી. જ્યારે 14 જૂને સુશાંત સિંહ તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ બંનેના મૃત્યુ અંગે તમામ પ્રકારની અટકળો લગાવાઈ હતી.

આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરવા BJP ધારાસભ્યની માંગ

મહારાષ્ટ્રમાં દિશા સાલિયાનના મોતનો મામલો ફરી એકવાર ગરમાયો છે. અગાઉ ગુરૂવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ આ મુદ્દાને ઉઠાવ્યો. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આ કેસની તપાસ કરવા માંગ કરી. તેમણે આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવાની પણ માંગ કરી.

Share: