'દિલ અને નાગરિકતા, બંને હિન્દુસ્તાની', અક્ષય કુમાર બન્યા ભારતીય નાગરિક, ટ્વિટ કરીને આપી માહિતી

'દિલ અને નાગરિકતા, બંને હિન્દુસ્તાની', અક્ષય કુમાર બન્યા ભારતીય નાગરિક, ટ્વિટ કરીને આપી માહિતી

અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી છે. આ વિશેની માહિતી અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેતાએ ટ્વિટર પર પોતાના સત્તાવાર સરકારી દસ્તાવેજોની તસવીર શેર કરીને ભારતના નાગરિક હોવાનો પુરાવો આપ્યો છે. અગાઉ અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા હતી, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. પુરાવા શેર કરતા અક્ષયે લખ્યું- ‘દિલ અને નાગરિકતા, બંને હિન્દુસ્તાની છે’

નાગરિકતાને લઈ ટ્રોલ થતા હતા અક્ષય કુમાર

મળતી માહિતી મુજબ, ઘણા સમયથી અક્ષય કુમાર ભારતની નાગરિકતા લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કારણ કે, તેની પાસે ભારતીય નાગરિકતા નહોતી. જેના કારણે અભિનેતાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો અક્ષયને કેનેડા કુમાર તરીકે ટેગ કરતા હતા. અભિનેતાને ટ્રોલ કરતી વખતે લોકો તેની ફિલ્મોને નિશાન બનાવતા હતા. લોકો કહેતા – તમે ભારતમાં કામ કરો છો. અહીં તમે કમાઓ છો. પરંતુ તમારી પાસે ભારતીય નાગરિકતા નથી. તમે બીજા દેશની નાગરિકતા ધરાવો છો. નાગરિકતા વિવાદ પર ઘણી વખત પોતાની સ્પષ્ટતા આપતા અભિનેતાએ કહ્યું હતું કે, તેમનું દિલ ભારતીય છે.

Share: