×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી-NCRમાં ભૂકંપના ભારે આંચકા, જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હતું કેન્દ્ર, લોકો ફફડી ઊઠ્યાં

દિલ્હી-NCRમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. આ ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હોવાની માહિતી મળી રહી છે. રાતે 9:34 વાગ્યાના સુમારે આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રૂજી 

આ ભૂકંપને લીધે જમ્મુ-કાશ્મીર પણ હચમચી ગયું હતું. ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી હતી. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરાયો હતો કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં હતું. આ ભૂકંપની અસર અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી લઈને ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી હોવાના અહેવાલ મળી રહ્યા છે. પૂંછ જિલ્લામાં તો લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.