દિલ્હી MCD ચૂંટણીનુ એલાન: 4 ડિસેમ્બરે મતદાન, 7 ડિસેમ્બરે પરિણામ

દિલ્હી MCD ચૂંટણીનુ એલાન: 4 ડિસેમ્બરે મતદાન, 7 ડિસેમ્બરે પરિણામ

નવી દિલ્હી, તા. 04 નવેમ્બર 2022 શુક્રવાર

દિલ્હીમાં આજે એમસીડી (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) ચૂંટણીની તારીખનુ એલાન થઈ ગયુ છે. ચૂંટણી કમિશનરે જણાવ્યુ કે ચાર ડિસેમ્બરે મતદાન થશે અને સાત ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. 

દિલ્હી રાજ્ય ચૂંટણી કમિશનર વિજય દેવે જણાવ્યુ કે દિલ્હીમાં 4 ડિસેમ્બરે મતદાન થશે અને 7 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં સીમાંકન પ્રક્રિયા જરૂરી હતી, આ લાંબી પ્રક્રિયા છે. અમે સમય મર્યાદામાં સીમાંકન પ્રક્રિયાને પૂરી કરી. મતદાન કેન્દ્રોની ફરીથી રૂપરેખા તૈયાર કરવામાં આવી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ 68 મતવિસ્તાર છે, જેમાં 250 વોર્ડ નક્કી કરવામાં આવ્યા છે. 

ચૂંટણી કમિશનરે જણાવ્યુ કે SC મહિલાઓ માટે 21 બેઠક અનામત છે. કોર્પોરેશનની ચૂંટણી માટે એક એપ બનાવવામાં આવી છે. લોકો એપ પર પોતાનુ નામ જોઈ શકે છે અને ફરિયાદ પણ નોંધાવી શકો છો. 

આજથી જ આચાર સંહિતા લાગુ

ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં એ જાણકારી આપી કે એમસીડી ચૂંટણીને ધ્યાનમાં રાખતા આજથી જ આચાર સંહિતા લાગુ થાય છે. રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર પ્રતિબંધ રહેશે. 

Share: