દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં લાગી ભીષણ આગ, 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી

દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં લાગી ભીષણ આગ, 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી

દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ દરમિયાન આગને કાબૂમાં લેવા માટે 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગના અહેવાલ હવાના વેગે પ્રસરતાં હોસ્પિટલમાં અફરા તફરી મચી ગઈ હતી.

ફાયરબ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી 

અહેવાલ અનુસાર, એઈમ્સના ઈમરજન્સી વૉર્ડની નજીકમાં આવેલા એન્ડોસ્કોપી રૂમમાં આ આગ લાગવાની શરૂઆત થઇ હતી. જે ઈમરજન્સી વૉર્ડ સુધી ફેલાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરબ્રિગેડની 8 ગાડીઓ આ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. 

દર્દીઓને સુરક્ષિત બચાવવાની કામ યુદ્ધધોરણે શરૂ 

આ દરમિયાન ફાયરબ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે દર્દીઓને સુરક્ષિત રીતે બચાવવા માટે ઝડપી કામગીરી શરૂ કરી હતી. માહિતી અનુસાર તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ મળી રહ્યા નથી.

Share: