×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી હાઇકોર્ટેનો સરકારને સવાલ 15 મે કોરોનાની સુનામી, શું છે તમારી તૈયારી

નવી દિલ્હી, 24 એપ્રિલ 2021 શનિવાર

દિલ્હી હાઇકોર્ટે આજે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું, હાઇકોર્ટે ઓક્સિજન પુરવઠાની સપ્લાયનાં મુદ્દે સવાલોની ઝડી વરસાવી, જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટીસ રેખા પલ્લીએ કોરોનાની ભયાનક સ્થિતી અંગે દિલ્હી સરકારને આકરા સવાલો કર્યા, હાઇકોર્ટે IITની તે રિપોર્ટને ટાંકીને કહ્યું કે 15 મેની આસપાસ કોરોનાની સુનામી આવશે, અને આ દર્દનાક પરિસ્થિતીને પહોચી વળવાની શું તૈયારીઓ સરકાર કરી રહી છે?.

દિલ્હી હાઇકોર્ટે અગ્રસેન હોસ્પિટલની અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે દેશમાં હવે કોરોનાની સુનામી ચાલી રહી છે, આપણે ભલે બીજી લહેર કહી રહ્યા હોય,પરંતું આ લહેર નહીં પણ સુનામી છે, IITની રિપોર્ટનાં આધારે હાઇકોર્ટે પુછ્યું કે તમારે મૃત્યુઆંકને  નિયંત્રિત કરવો પડશે, અને તે માટે તમે શું પગલા ભરી રહ્યા છો.?

IIT રિપોર્ટ શું કહે છે

એ નોંધવું જોઇએ કે IIT કાનપુર અને હૈદરાબાદના વૈજ્ઞાનિકોએ લાગુ પડેલા 10 સસેપ્ટિબલ, અનડિટેક્ટ, ટેસ્ટ (પોઝિટિવ) એન્ડ રિમુવ એપ્રોચનાં આધારે, કેસનાં ઘટાડા પહેલાં મે-મધ્ય સુધીમાં સારવાર હેઠળનાં દર્દીઓની સંખ્યા 10 લાખ સુધી પહોંચવાનો અંદાજ લગાવ્યો છે. તેના ગાણિતિક મોડેલના આધારે, એવો અંદાજ મૂકવામાં આવે છે કે ભારતમાં કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેર 11 થી 15 મેની વચ્ચે પહોંચી જશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે સમયે દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 33થી 35 લાખ સુધી પહોંચી શકે છે અને ત્યારબાદ મેના અંત સુધીમાં કેસો ઝડપથી ઘટશે.