×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી યુનિ.એ 'અલ્લામા ઈકબાલ' ને સિલેબસમાંથી હટાવ્યાં, વીર સાવરકરને ગાંધીજી કરતાં 'પ્રાથમિકતા'

image : Twitter


શુક્રવારે મોડી રાત સુધી ચાલેલી દિલ્હી યુનિવર્સિટી (DU) ની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. અવિભાજિત ભારતના પ્રખ્યાત કવિ અને 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા'ના લેખક મોહમ્મદ અલ્લામા ઈકબાલને અંડરગ્રેજ્યુએટ પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

ચોથા સેમેસ્ટરમાં સાવરકર, સાતમામાં ગાંધી

આ ઉપરાંત વિનાયક દામોદર સાવરકરનું સંપૂર્ણ પેપર અભ્યાસક્રમમાં ઉમેરાયું છે. તેના વિશે ચોથા સેમેસ્ટરમાં ભણાવવામાં આવશે. જોકે આ અગાઉ છઠ્ઠા સેમેસ્ટરમાં સાવરકર અંગે ભણાવવામાં આવતું હતું. પરંતુ તેમનો માત્ર એક પ્રકરણ જ  તેમાં સામેલ હતો. આ ઉપરાંત સાતમા સેમેસ્ટરમાં મહાત્મા ગાંધી પરનું પેપર મુકવામાં આવ્યું છે. અગાઉ તેમના વિશે ચોથા સેમેસ્ટરમાં ભણાવાતું હતું.  જેનો અનેક સભ્યોએ વિરોધ કર્યો છે. શુક્રવારે સવારે શરૂ થયેલી સભાની શરૂઆત સૌપ્રથમ સમરવીર માટે બે મિનિટનું મૌન પાળી કરવામાં આવી હતી, જે હિંદુ કોલેજમાં તદર્થ શિક્ષક હતા. મોડી સાંજ સુધી શૂન્યકાળ ચાલ્યો. જેમાં સભ્યોએ વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા. જેમાં તદર્થ શિક્ષકનો મુદ્દો મહત્વનો હતો.

LGBT કોર્સમાં પણ સુધારા 

આ સિવાય ગ્રેજ્યુએશનમાં ભણાવવામાં આવતા LGBT કોર્સમાં પણ સુધારા કરવામાં આવ્યા હતા.  એજન્ડાના અંતે આઠ કોલેજોમાં ભણાવવામાં આવતા BLED પ્રોગ્રામની જગ્યાએ ITEP લાવવાનો પ્રસ્તાવ હતો. શિક્ષકો સતત આનો વિરોધ કરી રહ્યા છે. શુક્રવારે વિદ્યાર્થીઓએ ડીયુમાં પ્રદર્શન કરીને આઈટીઈપીનો વિરોધ કર્યો હતો.

એબીવીપીએ આભાર વ્યક્ત કર્યો હતો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ દિલ્હી યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ સિલેબસમાંથી મોહમ્મદ અલ્લામા ઈકબાલના પેપરને હટાવવાનું સ્વાગત કર્યું છે. એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ ઈકબાલને પાકિસ્તાનના ફિલોસોફીના પિતા કહેવામાં આવે છે. મુસ્લિમ લીગની શરૂઆત કરવામાં તેમનો મહત્વનો ભાગ હતો. ઝીણાની જેમ તેઓ પણ ભારતના ભાગલા માટે જવાબદાર છે.